For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના સામાન્ય બજેટ પર દેશની પ્રતિક્રિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નાણા મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં વર્ષ 2015-16નું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટની આખો દેશ તિવ્રતાથી રાહ જોઇને બેઠો હતો. આ બજેટ પર લોકોના ખર્ચાઓ અને બચતનો આધાર રહે છે. લોકોના ઘરના બજેટ પણ નિર્ધારિત રહે છે. આવામાં આ બજેટને લઇને આખા દેશમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

બજેટ પર ખાસ લોકોની પ્રતિક્રિયાઓ:
પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નાણા મંત્રી ભારતીય અર્થવ્યવસ્થાની સંરચનાત્મક સુધારના મુદ્દાઓને સંબોધિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસ નેતા અંબિકા સોનીએ જણાવ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે. સામાન્ય બજેટમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. સામાન્ય જનતા માટે કંઇ નથી.

જ્યારે બીએસપી સુપ્રીમો માયાવતીએ તેને ગરીબ વિરોધી ગણાવતા જણાવ્યું કે આ બજેટ સામાન્ય લોકોના હિતમાં નથી. તેમણે જણાવ્યું કે બજેટ મોટા ઉદ્યોગપતિયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

જ્યાં વિરોધીઓ સામાન્ય બજેટની ખામીઓ ગણાવી રહ્યા છે તો સત્તાપક્ષના લોકો નાણા મંત્રીને તેમના કામ માટે શુભેચ્છા પાછવી રહ્યા છે. રક્ષમંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું કે જેટલીજીએ શાનદાર કામ કર્યું છે, હું તેમને દસમાંથી 9.5 માર્ક્સ આપું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને શાનદાર ગણાવતા જણાવ્યું કે નાણામંત્રીને હું શુભેચ્છા આપું છું. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ એક શાનદાર બજેટ છે.

તસવીરોમાં જુઓ કોણે શું કહ્યું...

અંબિકા સોની

કોંગ્રેસ નેતા અંબિકા સોનીએ જણાવ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે. સામાન્ય બજેટમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. સામાન્ય જનતા માટે કંઇ નથી.

બીએસપી સુપ્રીમો માયાવતી

જ્યારે બીએસપી સુપ્રીમો માયાવતીએ તેને ગરીબ વિરોધી ગણાવતા જણાવ્યું કે આ બજેટ સામાન્ય લોકોના હિતમાં નથી. તેમણે જણાવ્યું કે બજેટ મોટા ઉદ્યોગપતિયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

મનોહર પર્રિકર

રક્ષમંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું કે જેટલીજીએ શાનદાર કામ કર્યું છે, હું તેમને દસમાંથી 9.5 માર્ક્સ આપું છું.

નરેન્દ્ર મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને શાનદાર ગણાવતા જણાવ્યું કે નાણામંત્રીને હું શુભેચ્છા આપું છું. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ એક શાનદાર બજેટ છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્રમોદીએ અરૂણ જેટલીના કર્યા વખાણ.

English summary
What People think about Finance Minister Arun Jaitelys First Union Budget. Here read their Reactions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X