For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક તૂટ્યું પૈડુ, તો ક્યાંક વિમાનના બે ભાગ થઇ ગયા!

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 3 જૂન : કેબૂમાં દૂર્ઘટના થઇ, જેમાં દક્ષિણી ફિલીપાઇન્સના ડવાઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન ઉતરતી વખતે દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. 161 યાત્રિયોને લઇને આ વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે જ વિમાનના આગળનું પૈડું તૂટી ગયું અને રનવે પર વિમાન ઘસડાતું ચાલ્યું ગયું.

જોકે પાયલોટની કોઠાસૂઝના કારણે તેણે આવી કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ ગુમાવ્યો નહી અને 161 યાત્રિઓના જીવ બચાવી લીધા. પાયલટ સહીત તમામ યાત્રીઓ સંપૂર્ણ રીતે સુરક્ષીત હતા.

આ તો હતી તાજા ઘટના, પરંતુ એમાં કોઇ શંકા નથી કે શાનદાર ટેકનોલોજીના આ દૌરમાં પાયલટ હવે વધુ સમજદાર થઇ ગયા છે. લગભગ એજ કારણ છે કે હાલમાં જ થયેલ તમામ દૂર્ઘટનાઓમાં એક પણ મૃત્યુ નથી થયું. અમે અત્રે એવા જ પ્લેન ક્રેશની વાતો કરીશું. એ પણ તસવીરોની સાથે. આ એવા પ્લેન ક્રેશ છે, જેમાં ઘણામાં તો દૂર્ઘટના બાદ વિમાનને જોઇને કોઇ ના કહી શકે કે આમાંથી કોઇ બચ્યું હશે.

ક્યાંક વિમાન સમુદ્રમાં જઇ પડ્યું છે તો ક્યાંક રનવેની બાઉન્ડ્રીને તોડી એરપોર્ટની બહાર નીકળી આવ્યું. ક્યાંક વિમાનના બે ટૂકડા થયા, તો ક્યાંક પૈડા તૂટીને અલગ થઇ ગયા. પરંતુ પાયલટોની કોઠાસૂઝના કારણે યાત્રિયોનો હેમખેમ બચાવ થયો. આવો એક નજર કરીએ આવી દૂર્ઘટનાઓ પર...

ફિલિફાઇન્સ

ફિલિફાઇન્સ

ફિલિફાઇન્સના દાવાઓમાં એક એરબેસ એથ્રીટૂઝીઓ લેંન્ડિંગ દરમિયાન પોતાના રનવેથી ઉતરી ગયુ. પ્લેનમાં 161 લોકો સવાર હતા. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી.

એલ રેનો

એલ રેનો

અમેરિકામાં આવેલ ભીષણ ચક્રવાતી તોફાન ટોરનેડોના કારણે એક ઇમારત પડી ગઇ હતી. જેમાં એક વિમાન ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું.

નેવાક

નેવાક

આ તસવીર એક વીડિયો દ્વારા લેવામાં આવી છે. જેમાં લેન્ડિંગ બાદ પ્લેન ફોમનું નાખતા એરપોર્ટ કર્મચારીઓ.

જોમસોમ

જોમસોમ

નેપાળ એરલાઇન્સના એક પ્લેનના નદીમાં પડી જવાથી ક્રેશ થઇ જવાથી બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓ. જોમસોમ નેપાળની રાજધાની કાઠમાંડુના ઉત્તરપશ્ચિમથી 200 કિલોમીટર દૂર સ્થિત છે.

બાલી

બાલી

આ તસવીર ઇન્ડોનેશિયન પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં એક પ્લેન બાલીના એરપોર્ટની પાસે પાણીમાં છે.

બાલી, ઇન્ડેનેશિયા

બાલી, ઇન્ડેનેશિયા

આ તસવીર ઇન્ડોનેશિયન પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં એક પ્લેન બાલીના એરપોર્ટની પાસે પાણીમાં છે.

ડબલિન

ડબલિન

ડબલિન હવાઇમથક પર લેન્ડિંગ દરમિયાન આગળનું પૈડુ ફસાઇ જતા પ્લેન ક્રેશ થઇ ગયું.

મોસ્કો

મોસ્કો

રશિયાની રાજધાની મોસ્કોમાં એક પ્લેન પોતાના રનવેથી ઉતરી ગયું.

મોસ્કો

મોસ્કો

મોસ્કો વેનૂકોવો હવાઇ મથક પર એક પ્લેન પોતાના રનવેથી ઉતરી ગયું હતું.

English summary
A Cebu Pacific Airbus A320 passenger plane sits on the side of a runway Saturday. All the 161 passengers are safe. Now keeping this in mind we are her to talk about recent plan crashes which claimed no life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X