For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જંતર-મંતર પર મોદી વિરુદ્ધ જનતા પરિવારના ધરણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: દિલ્હીમાં કડકતી ઠંડી હોવા છતાં જંતર-મંતર પર રાજદ, સપા અને જેડીયૂ સહિત 6 દળોના મહાધરણાએ રાજકીય ગરમી વધારી દીધી છે. જનતા પરિવારના આ ધરણા પ્રદર્શન કેન્દ્ર સરકાર વિરુદ્ધ છે. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર છે અને ધરણા જારી છે. આ ધરણા દ્વારા રાજગ સરકારની વિરોધની જાહેરાત કરતા જનતા પરિવારના નેતા ચૂંટણી વચનોને લઇને મોદી સરકાર પર હુમલો કરતા દેખાયા.

ધરણા પર પહેલા નીતિશ કુમારે મોદી સરકાર પર હુમલો કર્યો અને પછી લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવે સંબોધન કર્યું. ભીડને સંબોધીત કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે સવાલ કર્યો, કે 'રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન'(રાજગ) સરકાર ચૂંટણી પહેલા કરેલા વાયદાઓને પૂર્ણ કરવામાં આખરે શા માટે નિષ્ફળ છે? કાળુનાણુ ક્યાં છે, જેને પાછું લાવવાનું વચન આપ્યું હતું?

lalu
નીતિશે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે દક્ષિણપંથી હિન્દુ સંગઠનો દ્વારા કરાવવામાં આવી રહેલા ધર્માંતરણની ઘટનાઓ પર કાર્યવાહી નથી કરવામાં આવી રહી. તેમણે જણાવ્યું કે ધાર્મિક આધાર પર દેશનું વિભાજન નહીં થવા દેવામાં આવે. આ અવસર પર લાલુએ જણાવ્યું કે જનતા પરિવારનો ઝંડો હવે એક થશે અને મુલાયમ અમારા નેતા છે.

ત્યારબાદ મુલાયમ સિંહે જણાવ્યું કે અમે ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યમાં છીએ હવે દિલ્હી પર કબ્જો કરવાનો છે. અમે યુપી અને બિહાર સુધી સીમિત નહીં રહે. લાલુ પ્રસાદ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે જનતા પરિવાર એક થઇ ગયું છે. તેમણે જણાવ્યું કે લોકોએ ચડાવામાં આવીને વોટ આપ્યું છે. મોદીને ખબર નથી કે અમે કોણ છીએ? લાલુએ મોદી પર ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો, અને બે કરોડ નોકરીઓ આપવાના તેમના કથિત વચનોનો પણ ઉલ્લેખ કર્યો. લાલુએ આરોપ લગાવ્યો કે લોકોની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

English summary
The regrouped Janata Parivar is staging a protest against the Narendra Modi government at Jantar Mantar over various issues on Monday. Six political parties of the erstwhile Janata Parivar will share a common platform on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X