For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ હતા હવલદાર હંગપન દાદા, જેમને મળ્યું અશોક ચક્ર

અશોકચક્ર વીર શહીદ હવલદાર હંગપન દાદા જેમની શૂરવીરતાની વાત દરેક ભારતીયે વાંચવી જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

આજે ભારત દેશ પોતાનો 68માં ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગણતંત્ર દિવસની પરેડમાં શહીદ હવલદાર હંગપન દાદાને મરણોત્તર અશોક ચક્ર સન્માનથી સન્માનિત કર્યા. રાજપથ ખાતે શહીદની પત્ની ચાસેન લોવાંગ દાદાએ ભાવુક આંખે આ સન્માન ગ્રહણ કર્યું. ત્યારે કોણ છે આ વીર જેને આજે અશોક ચક્ર આપવામાં આવ્યું છે તે અંગે જાણો અહીં...

dada

હવાલદાર હંગપન દાદા તે વ્યક્તિ છે જે આંતકીઓની ધૂસપેઠ વખતે શહીદ થયા. ઉત્તર કાશ્મીર કુપવાડામાં 27 મેનો રોજ કેટલાક આતંકીઓ સીમામાં ધૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન દાદાએ તેમને રોકવાનો પ્રયાસ કરતા આ ચારેય આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. પણ આ સમગ્ર પ્રકરણમાં તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જ્યાં સુધી તેમને હોસ્પિયલ લઇ જવામાં આવ્યા ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.

અરુણાચલના બોદુરિયા ગામના રહેવાસી તેવા હવલદાર હંગપન હાઇ માઉન્ટેન રેન્જર હતા. તે 1997માં આર્મીની અસમ રેજિમેન્ટમાં જોડાયા હતા. ત્યારે ભારત માતાના આ સપૂતની વીરતા માટે દેશનો દરેક નાગરિક તેમને કોટી કોટી વંદન કરે છે.

English summary
Wife Of Army Hero Hangpan Dada, Who Died Fighting Terrorists in Kashmir, Receives His Ashoka Chakra on Repulblic Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X