For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકૂંભઃ નિત્યાનંદનું નામ સાંભળતા જ સાધુ-સંતો નારાજ

By Super
|
Google Oneindia Gujarati News

Swami-Nithyananda
અલ્હાબાદ, 1 ફેબ્રુઆરીઃ સેક્સ સ્કેન્ડલમાં જેલની હવા ખાઇ ચૂકેલા બેંગ્લોરની ધ્યાનપીઠના સંત સ્વામી નિત્યાનંદના કૂંભમાં આવવાનો વિરોધ શરૂ થઇ ગયો છે. સાધુ અને સંતોમાં તેમના નામને લઇને નારાજગી વ્યાપી છે.

ધ્યાનપીઠના સંત સ્વામી નિત્યાનંદ માટે કૂંભ મેળામાં ભવ્ય પંડાળ સજાવવામાં આવ્યા છે. પંડાલમાં તેના આવતા પહેલા જ તેની આઠ ફૂટની મૂર્તિ સજાવીને તેની પૂજા અને આરતી કરવામાં આવી રહી છે.

બીજી તરફ વિવાદોમાં ઘેરાયેલા નિત્યાનંદ મેળામાં આવવા સામે કૂંભમાં ઘણા સંત-મહાત્મા વિરોધ કરી રહ્યાં છે. મેળામાં રહી રહેલા સાધૂ-સંતોએ સ્વામીએ સ્વામી નિત્યાનંદને સલાહ આફતા કહ્યું છે કે, માત્ર ગંગા સ્નાનથી તેમના પર લાગેલા દાગ ધોવાવાના નથી.

ચાર ફેબ્રુઆરીએ મેળામાં આવવાના સ્વામી નિત્યાનંદે માત્ર શ્રદ્ધાળુંઓએ દર્શન જ નહીં આપે પરંતુ પ્રવચન આપીને દરરોજ યજ્ઞ પણ કરશે. નિત્યાનંદ કૂંભ મેળામાં અંદાજે 10 દિવસ સુધી રહેશે. પરંતુ સંતોના પ્રશાસનએ અપીલ કરી છે કે સ્વામી નિત્યાનંદે કૂંભમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.

નોંધનીય છે કે નિત્યાનંદ વર્ષ 2010માં સેક્સ સ્કેન્ડલમાં ફસાઇને જેલની હવા પણ ખાઇ ચૂક્યા છે, તેથી કૂંભમાં તેમના પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદો અને ઉઠી રહેલા તમામ પ્રશ્નોના કારણે કૂંભ મેળા પ્રશાસને પણ સ્વામી નિત્યાનંદના આશ્રમ અને કાર્યક્રમ પર નજર ટેકવીને બેઠાં છે.

English summary
Swami Nithyananda to visit Maha Kumbh Mela on 4th feb but sadhus not happy on swami nityananda's kumbh mela visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X