For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાને કહ્યું, શિવરાજ ચૌહાણની 'જય હો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇન્દોર, 13 જાન્યુઆરી: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરતાં ફિલ્મ સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે સારું કામ કરવાના લીધે જ તે સતત ત્રીજી વાર ચૂંટાયા છે.

પોતાની આગામી ફિલ્મ 'જય હો'ના પ્રચાર માટે આવેલા સલમાન ખાનને મીડિયાએ એક પ્રશ્ન કર્યો હતો કે હું દરેક વ્યક્તિની સાથે છું, જે એ સાબિત કરી કરશે કે તે સારું કામ કરી રહ્યો છે. ઉદાહરણ તરીકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી સારું કામ કરી રહ્યાં છે, એટલા માટે જનતા તેમની પાર્ટીને સતત ત્રીજી વાર ચૂંટી લાવી છે. તે (શિવરાજ સિંહ ચૌહાણ) સજ્જન અને એકદમ ભલા વ્યક્તિ છે.

salman-shivraj

જ્યારે તેમને ઉત્તર પ્રદેશના સૈઇફ મહોત્સવમાં ભાગ લેવા બદલ તેમની ટીકા થઇ હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો 48 વર્ષીય બૉલીવુડ સ્ટારે કહ્યું હતું કે હું પહેલાં પણ આ અંગે જવાબ આપી ચૂક્યો છું. અમે આ પ્રકારે જ ઉત્તર પ્રદેશ ગયા હત, જે પ્રકારે આજે હું મારી ફિલ્મના પ્રચાર માટે ઇન્દોર આવ્યો છું અને પછી ગુજરાત જઇશ. તેમને કહ્યું હતું કે અમારા માટે દેશ અથવા દેશની બહારનું દરેક શહેર એકજેવું છે, જ્યાં અમારા પ્રશંસક રહે છે અમે અમારા ધંધાના કામે અલગ-અલગ શહેરોમાં જતા રહીએ છીએ.

જો કે સલમાન ખાને પોતાના લગ્ન અંગેની યોજના સાથે જોડાયેલા પ્રશ્નને મજાકરૂપે ટાળતાં કહ્યું હતું કે તમને બીજો કોઇ પ્રશ્ન પૂછવાનું સુઝતું નથી. આ દરમિયાન સલમાને ખાને પોતાના જન્મસ્થળમાં 70 વર્ષીય રૂકમણિ બાઇ સાથે મુલાકાત કરી હતી જે લાંબા સમયથી આ ફિલ્મ સ્ટારને મળવા માંગતી હતી. રૂકમણી ઇન્દોરના તે શાસકીય કલ્યાણમલ નર્સિંગ હોમની નર્સ રહી ચૂકે છે જ્યાં 27 ડિસેમ્બર 1965ના રોજ સલમાન ખાનનો જન્મ થયો હતો. જ્યારે સલમાન ખાન શિશુ હતા, ત્યારે રૂકમણિએ તેમની 10 દિવસ સુધી દેખરેખ કરી હતી.

English summary
Actor Salman Khan praised chief minister Shivraj Singh during his visit to hometown here on Sunday. The actor said Madhya Pradesh has developed a lot in the last one decade and the credit for it goes to chief minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X