For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળિયાર કેસ : સલમાન ખાનને સુપ્રીમ કોર્ટેનો ઝાટકો, સજા પર સ્ટેની અરજી નકારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જાન્યુઆરી : કાળિયાર કેસમાં બોલિવુડના સ્ટાર સલમાન ખાનને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આજે સુપ્રિમ કોર્ટના કડક નિર્ણયને પગલે સલમાન ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચિંતા વધી ગઇ છે.

સુપ્રિમ કોર્ટે રાજસ્થાન હાઈ કોર્ટને આ કેસ પાછો સોંપ્યો છે. સુપ્રિમ કોર્ટે સલમાન ખાનની સજાને અટકાવવાના ચૂકાદાને રદ કરી રાજસ્થાન હાઈકોર્ટને ફરી એક વાર નવા દૃષ્ટિકોણથી કેસ પર કાર્યવાહી કકવાનું સૂચન આપ્યું છે.

salman-khan

આજના આદેશ અગે સરકારી વકીલ વરૂણ પૂનિયાએ કહ્યું હતું કે હાઈકોર્ટે સલમાનને દોષી સાબિત કરવાના ચૂકાદા પર સ્ટે મૂક્યો હતો અને અમે આ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે હવે આ સ્ટે રદ કર્યો છે અને હાઈ કોર્ટને આ મુદ્દે ફરી એકવાર યોગ્ય કાર્યવાહી કરવાનું સૂચન કર્યું છે.

નોંધનીય છે કે રાજસ્થાનની એક નીચલી કોર્ટે સલમાન ખાનને દોષી ગણી તેને પાંચ વર્ષની કેદની સજા ફરમાવી હતી.

English summary
Salman Khan suffers setback as Supreme Court sets aside Rajasthan HC order in Black Bug case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X