For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે માટીમાં રજૂ થઇ સંવેદનાઓ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 જુલાઇઃ ક્રિએટિવિટીને અભિવ્યક્ત કરવાના અનેક રસ્તાઓ હોય છે. કોઇ તેને લખીને વ્યક્ત કરે છે, તો કોઇ બોલીને તો કોઇ ચિત્ર બનાવીને, પરંતુ પસંદ એ જ કરવામાં આવે છે, જે પ્રભાવશાળી રીતે લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે. હાલના દિવસોમાં પછી તે રાષ્ટ્રીય હોય કે જનતાએ કોઇ સંદેશ આપવાનો હોય, આ બન્ને સ્થિતિમાં સેન્ડ આર્ટ જરૂર ચર્ચામાં આવે છે.

ઓરિસ્સામાં રહેતા સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાક રાષ્ટ્રીય અવસરો પર દેશની જનતાને શુભકામનાઓ પાઠવે છે. ગત મહિને પર્યાવરણ દિવસે તેમણે સેન્ડ સ્કલ્પચર બનાવીને દેશની જનતાને ઝાડ-પાન બચાવવાનો સંદેશો આપ્યો હતો. એટલું જ નહીં વેટિકન સિટીના નવા પોપની નિયુક્તિ થતા તેમને પણ શુભેચ્છા પાઠવી હતી.

હાલના દિવસોમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું સ્વાસ્થ્ય ઠીક નથી, તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેમને શુભકામના સંદેશ આપવા માટે સેન્ડ આર્ટિસ્ટે સેન્ડ સ્કલ્પચર બનાવ્યું હતું. સેન્ડ સ્કલ્પચર દ્વારા ઓરિસ્સાના કલાકાર સુદર્સન પટનાયકે આંતરરાષ્ટ્રીય સતર પર પોતાની ઓળખ બનાવી લીધી છે.

થાનગઢ

થાનગઢ

શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવવા માટે સેન્ડ સ્કલ્પચર બનાવતા રાજેશ મુલિયા, જો કે, લાંબી બિમારીના કારણે બાળ ઠાકરેનું નિધન થઇ ગયું હતું.

અલ્હાબાદ

અલ્હાબાદ

દિલ્હી રેપ કેસ વિક્ટમ દામિનીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સેન્ટ આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવેલું સેન્ડ સ્કલ્પચર.

પૂરી

પૂરી

દિલ્હી ગેંગરેપ પીડિતા દામિનીના સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ આપવા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શ પટનાયકે સ્કલ્પચર બનાવ્યું. દામિનીનું સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું.

મદદ કરતી અપીલ

મદદ કરતી અપીલ

ઉત્તરાખંડમાં આવેલી ભયાનક તારાજીમાં લોકોને મદદ કરવા માટે પોતાની કલાકૃતિ દ્વારા અપીલ કરતો એક સેન્ડ આર્ટિસ્ટ.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

થાનગઢમાં દિલ્હી ગેંગરેપ પીડિતાના આરોપીઓને ફાંસી આપતી અપીલ સાથે બનાવવામાં આવેલું સેન્ડ સ્કલ્પચર.

ગો ગ્રીન

ગો ગ્રીન

હનુમાન જંયતીની તકે ગો ગ્રીન સંદેશ સાથે કલાકૃતિનું નિર્માણ સુદર્શન પટનાયકે કર્યું હતું.

ભગવાન જગન્નાથ

ભગવાન જગન્નાથ

ઓરિસ્સામાં પૂરી બીચ પર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક દ્વારા બનાવવામાં આવેલું ભગવાન જગન્નાથનું ચિત્ર.

જીસસ ક્રાઇસ્ટનું ચિત્ર

જીસસ ક્રાઇસ્ટનું ચિત્ર

ક્રિસમસની પૂર્વ સંધ્યાએ જીસસ ક્રાઇસ્ટનું ચિત્ર બનાવતા સેન્ડ આર્ટિસ્ટ.

કોલકતા

કોલકતા

પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણનું સમર્થન કરનારી મલાલા યૂસુફજઇનું સ્કલ્પચર.

નેલ્સન મંડેલાનું સ્કલ્પચર

નેલ્સન મંડેલાનું સ્કલ્પચર

હાલના દિવસોમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમના સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે બનાવવામાં આવેલું સ્કલ્પચર.

નેલ્સન મંડેલા

નેલ્સન મંડેલા

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક દ્વારા નિર્મિત નેલ્સન મંડેલાનું સેન્ડ સ્કલ્પચર.

તંબાકુ નિષેધ દિવસ

તંબાકુ નિષેધ દિવસ

તંબાકુ નિષેધ દિવસ પર સુદર્શન પટનાયક દ્વારા નિર્મિત સેન્ડ સ્કલ્પચર.

પોપનું સ્કલ્પચર

પોપનું સ્કલ્પચર

સુદર્શન પટનાયક દ્વારા બનાવવામાં આવેલું પોપનું સ્કલ્પચર.

મહિલા વિરુદ્ધ ગુન્હાઓને રોકવા સંદેશ

મહિલા વિરુદ્ધ ગુન્હાઓને રોકવા સંદેશ

મહિલાઓ વિરુદ્ધ થઇ રહેલા ગુન્હાઓને રોકતો સંદેશ આપતો એક સેન્ડ આર્ટિસ્ટ.

સેન્ડ સ્કલ્પચર

સેન્ડ સ્કલ્પચર

પાકૃતિક સંસાધનોની સુરક્ષાના સંદેશ માટે બનાવવામાં આવેલું સેન્ડ સ્કલ્પચર.

આતંકવાદ રોકવા સંદેશ

આતંકવાદ રોકવા સંદેશ

આતંકવાદને રોકવાના સંદેશા સાથે બનાવવામાં આવેલું સેન્ડ સ્કલ્પચર.

English summary
Sand sculpture is a kind of art, which is very popular in India. Some famous artists use to give social message through this art. See here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X