...અને વ્યાકુળ થઈ ઉઠ્યાં સરદાર પટેલ
અમદાવાદ, 31 ઑક્ટોબર : ગઈકાલે હું પરેશ રાવલ અભિનીત સરદાર ફિલ્મ જોઈ રહ્યો હતો. આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. તેથી મેં વિચાર્યું કે આ ફિલ્મ જોઈને સરદારને યાદ કરી લઇએ, પરંતુ ફિલ્મમાં એક દૃશ્ય એવું આવ્યું કે જેમાં સરદાર વ્યાકુળ દેખાતા હતાં અને તેમની વ્યાકુળતાએ મને આજે ભારતીય સ્વાતંત્ર્યના 65 વર્ષ બાદ પણ વ્યાકુળ કરી નાંકી.

સરદાર ફિલ્મનું દૃશ્ય ફરી એક વાર તાજું કરી લઉં છું. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યાકુળ થઈ ઉઠ્યાં. એ દિવસ કોઈ સામાન્ય દિવસ નહોતો. ઇતિહાસ નક્કી કરનાર દિવસ હતો. એક સંદેશવાહક આવે છે અને તે તે વખતના નાયબ વડાપ્રધાન તેમજ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના પ્રજાજોગ સંદેશની નકલ આપે છે. નેહરૂનો પ્રજાજોગ સંદેશની નકલ વાંચતા જ સરદાર ચોંકી ઉઠે છે. તેમણે તરત જ નહેરૂના નિવાસ સ્થાને ફોન જોડ્યો, પરંતુ જાણવા મળ્યું કે નહેરૂ રવાના થઈ ગયાં છે. સરદાર હવે અતિ વ્યાકુળ થઈ ઉઠ્યાં. તેમણે આકાશવાણી સ્ટેશને ફોન જોડ્યો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ચુક્યુ હતું. આકાશવાણી નહેરૂનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થઈ ચુક્યો હતો. પટેલ વ્યાકુળ સ્વરે બોલી ઉઠ્યાં, ‘જવાહર આપે આ શું કહી દીધું?'
લાલ કિલ્લાએ ત્રિરંગો ફહેરાવ્યાં બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ આકાશવાણી ઉપરથી દેશના નામે પોતાનું પ્રથમ સંબોધન કરવાં જઈ રહ્યાં હતાં. આ સંબોનમાં તેમણે કાશ્મીર સમસ્યા અંગે જણાવ્યું, ‘ભારત કાશ્મીર સમસ્યાનો સમાધાન ત્યાંની પ્રજાના મતાનુસાર કરશે અને જરૂર પડશે તો કાશ્મીર સમસ્યાના સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની પણ મદદ લેવાશે.' નહેરૂના સંબોધનનો આ ભાગ સ્વતંત્ર ભારતની પ્રથમ કુટનીતિક વિફળતા સાબિત થયો અને કાશ્મીર સમસ્યા આજ સુધી ફુંફાળા મારતી ઊભી જ છે. એટલું જ નહિં નહેરૂએ બંધારણીય સભામાં પણ વારંવાર જણાવ્યું કે તેઓ કાશ્મીર સમસ્યાનો ઉકેલ પ્રજામત દ્વારા અને યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની મધ્યસ્થાએ લાવવાં માંગે છે.
સરદાર પટેલ પાસે જ્યારે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર નેહરૂના પ્રજાજોગ સંદેશની નકલ પહોંચી, ત્યાં સુધી બહુ મોડું થઈ ચુક્યુ હતું. સરદારે નેહરૂના સંદેશમાં જેવું એમ વાંચ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતાએ કાશ્મીર સમસ્યા ઉકેલશે, તેઓ વ્યાકુળ થઈ ઉઠ્યાં. તેમના માથાની રેખાઓ તંગ બની ગઈ. તેમણે નહેરૂનો સંદેશ પ્રસારિત થતા રોકવાના ભરસક પ્રયત્નો કર્યાં, પરંતુ દુર્ભાગ્યે તેઓ નિષ્ફળ રહ્યાં. નહેરૂનો સંદેશ વાંચતા જ તેમણે તરત જ તેમના નિવાસસ્થાને ફોન જોડ્યો અને પૂછ્યું કે નહેરૂ છે કે નિકળી ગયાં? જવાબ મળ્યો કે નહેરૂ આકાશવાણી ઉપર રાષ્ટ્રના નામે સંબોધન આપવા રવાના થઈ ચુક્યાં છે. પટેલ થોડીક વાર માટે નિરાશ થઈ ગયાં. વિચારવાં લાગ્યાં કે હવે કદાચ કઈં જ નહિં થઈ શકે, પરંતુ અચાનક તેમને લાગ્યું કે તેઓ નહેરૂનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થતા અગાઉ તેમાં સુધારો કરાવી શકે છે. સરદારે તરત જ આકાશવાણીએ ફોન જોડ્યો, પરંતુ જવાબ મળ્યો કે નહેરૂનો સંદેશ પ્રસારિત થઈ ચુક્યો છે.
નહેરૂના આ સંદેશે સરદાર પટેલને વિચલિત કરી નાંખ્યા. પટેલ નહોતાં ઇચ્છતા કે કાશ્મીર સમસ્યાના સમાધાનમાં કોઈ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરે, પરંતુ નહેરૂએ પોતાના પ્રથમ સંબોધનમાં એમ કહી ભારતને મોટી કુટનીતિક નિષ્ફળતા અપાવી. સરદાર ચાહીને પણ નહેરૂના પ્રવચનનો એક ભાગ વાંચવાથી રોક ન શક્યાં. કાશ! પટેલ સફળ થયાં હોત, તો કદાચ આજે કાશ્મીર કોઈ સમસ્યા જ ન રહ્યું હોત. નહેરૂની તે ભૂલ ભારત માટે આજ સુધી નાસૂર સાબિત થઈ રહી છે.
લોખંડી પુરુષ સરદાર પટેલની કાશ્મીર અંગે આ જ વિચારસરણી હતી કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ ભારત અને પાકિસ્તાને મળીને કરવું જોઇએ. તેમાં કોઈક ત્રીજા પક્ષની મધ્યસ્થતા ક્યારેય સ્વીકારવી ન જોઇએ. પટેલ નહેરૂના ભાષણમાં આજ સુધારો કરાવવા માંગતા હતાં, પરંતુ ભારતના દુર્ભાગ્યે પટેલની લાખ કોશિશો છતાં એવું થઈ ના શક્યું.












Click it and Unblock the Notifications
