For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચૂકાદો, જોડિયા બહેનોનું નહીં થાય ઓપરેશન

|
Google Oneindia Gujarati News

saba farah
નવી દિલ્હી, 10 એપ્રિલ: બિહારની માથાથી જોડાયેલી સબા અને ફરાહના મામલામાં સુપ્રિમ કોર્ટે આજે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે બંને બહેનોને અલગ કરવા માટે ઓપરેશનથી ઇનકાર કરી રાજ્ય સરકારને આ બહેનોની સારસંભાળ માટે મહિને પાંચ હજારનો ભથ્થું આપવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે આ નિર્ણય સબા અને ફરાહના પિતા સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સંભળાવ્યો હતો.

પિતાએ સુપ્રિમ કોર્ટ પાસે પોતાની ગરીબીનો હવાલો આપીને સરકારને આ બહેનોના સ્વાસ્થ્ય અને સંભાળ માટેના ભથ્થાની માંગ કરી હતી. સાથે જ ઓપરેશન માટેની પરવાનગી નહીં આપવાની પણ અપીલ કરી હતી.

બે જજની ખંડપીઠે બુધવારે બંને બહેનોના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો. ત્રણ ડોક્ટરોની કમેટી દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં 16 વર્ષીય બહેનોના ઓપરેશનમાં મુશ્કેલી અને ખતરાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

કોર્ટે પોતાના નિર્ણયમાં બિહાર સરકારને આદેશ કર્યો છે કે તે દર મહીને આ યુવતીઓને પાંચ હજાર રૂપિયા ભથ્થુ આપે. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર દર ત્રણ મહિનામાં સિવિલ સર્જન બંને બહેનોનું ચેકઅપ કરી દર છહ મહીનામાં પોતાનો રિપોર્ટ એઇમ્સને મોકલશે. એઇમ્સના ડોક્ટરો રિપોર્ટના આધારે તેમના ઓપરેશનની સંભાવનાઓને તપાસશે. સાથે સાથે રાજ્ય સરકારે આ બહેનાનો સારવાર માટેનો સંપૂર્ણ ખર્ચ પણ આપવો પડશે.

English summary
SC orders Bihar govt to take care of conjoined twins Saba and Farah.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X