For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સરકાર બનાવવાનો પ્રયત્ન 11 નવેમ્બર સુધી ચાલુ રહેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: દિલ્હીમાં સરકાર બનાવવાની એલજી નજીબ જંગના પ્રયત્નોની સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એલજીના પ્રયત્નો સરાહનીય છે. તો બીજી તરફ કોર્ટે એમ કહેતાં સુનાવણી ટાળી દિધી કે સરકાર બનાવવાની સંભાવનાઓની શોધ ચાલું રાખવી જોઇએ. તો બીજી તરફ સુનાવણી 11 નવેમ્બરના રોજ થશે જ્યારે દિલ્હીમાં સરકાર બનાવવા અથવા પછી ચૂંટણી કરાવવાની સ્થિતી સ્પષ્ટ થશે.

તમને જણાવી દઇએ કે આપ નેતા અરવિંદ કેજરીવાલે એલજી નેતા પર ભાજપના એજંટનો આરોપ લગાવતાં કહ્યું કે એલજી ભાજપના ઇશારા પર કામ કરે રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં હારના લીધે દિલ્હીમાં ચૂંટણીથી દૂર ભાગી રહી છે.

najeeb-jung

બીજી તરફ ભાજપના બધા આરોપોને નજરઅંદાજ કરતાં કહ્યું કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા માટે કોઇપણ પ્રકારની જોડતોડ કરશે નહી. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ એલજીને સૌથી મોટી પાર્ટીને દિલ્હીમાં સરકાર બનાવવાને અપીલને લીલી ઝંડી આપી દિધી છે. એવામાં એલજી ભાજપને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે. એલજીએ કહ્યું કે તે ટૂંક સમયમાં જ બધી પાર્ટીઓની સાથે દિલ્હીમાં સરકાર બનાવવા માટે બેઠક કરશે.

English summary
Supreme court praises the efforts of LG to explore the possibility of forming government in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X