રામ મંદિરની સુનવણી માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય નથી!

રામ મંદિર મામલાની સુનવણી કરી રહેલ બેંચનું કહેવું છે કે, હાલ તેમની પાસે આ સુનવણી માટે સમય નથી. વધુમાં તેમણે આ મામલે આગળની કોઇ તારીખ આપવાની પણ ના પાડી દીધી છે.

Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ માં અયોધ્યા રામ મંદિર મામલે ઝડપી સુનવણીની અરજી દાખલ કરનાર ભાજપ ના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ને મોટો ઝાટકો લાગ્યો છે. કાર્ટે આ મામલાની સુનવણી ઝડપથી કરવાની સાફ ના પાડી દીધી છે. આ મામલાની સુનવણી કરી રહેલ બેન્ચનું કહેવું છે કે, હાલ તેમની પાસે આ સુનવણી માટે સમય નથી. સાથે જ કોર્ટે આ માટે આગળની કોઇ તારીખ આપવાની પણ ના પાડી દીધી છે.

subramanyam swami

અહીં વાંચો - આતંકી યાસીન ભટકલ અને અસદુલ્લા હદડીને અમદાવાદ લવાશે

કોર્ટની સલાહ

સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં લખ્યું હતું કે, આ મામલાની સુનવણીમાં તેજી લાવવાની જરૂર છે, જેથી બને એટલી જલ્દી આ વિવાદનો ઉકેલ આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાંની સુનવણીમાં કોર્ટે બંન્ને પક્ષોને સલાહ આપી હતી કે, તેઓ પરસ્પર સમજૂતીથી કોર્ટની બહાર આ મામલો ઉકેલે. જરૂર પડતાં કોર્ટે મધ્યસ્થી બનવાની તૈયારી પણ દર્શાવી છે.

English summary
The Supreme Court on Friday refused to hear the Ram Mandir temple matter early.
Please Wait while comments are loading...