પરસ્પર સમજૂતીથી રામ મંદિરનો પ્રશ્ન ઉકેલોઃ SC

સુપ્રીમ કોર્ટે આ મામલે બંન્ને પક્ષોને સામ-સામે બેસી પરસ્પર સમજુતીથી ઉકેલ શોધવાનું સૂચન કર્યું છે તથા જરૂર પડતાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી છે.

Subscribe to Oneindia News

રામ મંદિર ના મામલા અંગે સુપ્રીમ કોર્ટે અગત્યનું સૂચન કરતા કહ્યું છે કે, આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. આવા મુદ્દાનો ઉકેલ બંન્ને પક્ષોની પરસ્પર સમજદારીથી થાય તો વધુ સારુ. જરૂર પડ્યે કોર્ટ મધ્યસ્થી બનવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટ આગલા શુક્રવાર આ મુદ્દે સુનવણી કરે એવી શક્યતા છે.

high court

રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટનું આ સૂચન ખૂબ મહત્વનું છે, સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આ મામલે બંન્ને પક્ષોને સામ-સામે બેસી પરસ્પર સમજુતીથી ઉકેલ શોધવાનું સૂચન કર્યું છે તથા જરૂર પડતાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરે સૂચન કરતાં કહ્યું કે, આ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલ મુદ્દો હોવાથી તેને કોર્ટની બહાર ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.

Read more : પૈગામ-એ-મોહબ્બત લઇ ફરી પાકિસ્તાન જઇશઃ મૌલવી

ભાજપ ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દે તાત્કાલિક સુનવણીની માંગ કરી હરતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં રામ ભગવાનનો જન્મ થયો એ જગ્યાને બદલી શકાય એમ નથી, જ્યારે નમાજ પઢવા તો ગમે તે જગ્યાએ બેસી શકાય. સાથે જે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મામલો કોર્ટ બહાર ઉકેલવાના અનેક પ્રયાસો થઇ ચૂક્યાં છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. આગલા શુક્રવારથી આ મુદ્દે સુનવણી શરૂ થશે. રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલ આ સૂચનનું ગૃહ મંત્રાલયે સ્વાગત કર્યું છે.

English summary
SC suggests outside court settlement on Ram Mandir dispute. If negotiations break down then SC will intervene and appoint a mediator for resolution.
Please Wait while comments are loading...