For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે ઓબામા નહીં જમે ભારતીય વ્યંજનો?, વ્હાઇટ હાઉસથી આવશે ભોજન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ડિસેમ્બર : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવતા મહિને ગણતંત્ર દિવસના અવસરે એટલે કે 26 જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે ભારતના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના છે. આ પ્રસંગે ઓબામા ભારતના અનેક અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં બરાક ઓબામાને જે ભોજન પીરસવામાં આવશે તેની વાત વધારે મજેદાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડાઇનિંગ ટેબલ પર આમ તો અન્ય લોકોને પીરસવામાં આવેલું ભોજન જ આરોગી રહ્યા છે એવું લાગશે. પણ વાસ્તવમાં તેઓ ભારતીય રસોઇયા કે શેફના હાથે તૈયાર થયેલું ભોજન નહીં જમતા હોય. ડોઇનિંગ ટેબલ પર અન્યોને પીરસવામાં આવ્યું હોય તેવું હુબહુ ભોજન ઓબામાને પીરસાશે ખરું પણ તે વ્હાઇટ હાઉસના કૂક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે...

કેમ કરવામાં આવે છે આવી વ્યવસ્થા?

કેમ કરવામાં આવે છે આવી વ્યવસ્થા?


જી હા, આપને જણાવી દઇએ કે આ પરંપરા આ વખતની મુલાકાતમાં નહીં, પરંતુ વર્ષો વર્ષથી ચાલી આવી છે. આમ અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રોટોકોલની તકેદારી રાખવા માટે કરવામાં આવે છે.

અનેક દિવસ પહેલા નક્કી થશે કે રાષ્ટ્રપતિ શું જમશે?

અનેક દિવસ પહેલા નક્કી થશે કે રાષ્ટ્રપતિ શું જમશે?


વિદેશની મુલાકાતે રવાના થતા પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ શું જમશે તેનું મેનુ તૈયાર થઇ જતું હોય છે. અમેરિકાના રાષ્ય્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાળજી લેવામાં આવે છે.

વ્હાઇટ હાઉસને પહોંચાડવી પડે છે સૂચી

વ્હાઇટ હાઉસને પહોંચાડવી પડે છે સૂચી


અમેરિકાના રાષ્ટ્રપતિ જે દેશની મુલાકાતે જવાના હોય, ત્યાંના ભોજનનું મેનુ, તેને બનાવવાની રીત અને તેમાં પડતા મસાલાઓ તમામ બાબતોની સૂચિ વ્હાઇટ હાઉસને બહુ પહેલા મોકલી આપવામાં આવે છે.

કેવી રીતે થાય છે કોર્ડિનેશન?

કેવી રીતે થાય છે કોર્ડિનેશન?


વિદેશી ભોજનોની યાદીમાંથી રાષ્ટ્રપતિની પસંદગી અનુસાર ભોજન બનાવવામાં આવે છે. આ અંગેની જાણ જે તે દેશના કૂકને કરવામાં આવે છે અને તે અનુસાર બાકીના મહેમાનો માટે પણ તે જ અનુસાર તેવું જ ભોજન તૈયાર કરવામાં આવે છે.

English summary
Secret information about American president Barack Obama's India visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X