For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવું છે મોદી સરકારનું #sabkabudget

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદી સરકારનું પહેલું સામાન્ય બજેટ આજે આવ્યું. નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા આજે વર્ષ 2015-16 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. રેલવે બજેટ બાદ સામાન્ય બજેટને પણ વિશ્લેષકો દ્વારા વધાવી લેવામાં આવ્યું છે, વિશ્લેષકોનું માનવું છે કે આ બજેટ ફોર ઓલ છે. આ બજેટ ડ્રિમ બજેટ નથી પરંતુ વિઝન બજેટ છે. વિશ્લેષકોનું માનવું છે કે કાળા નાણા મુદ્દે કઠોર કાયદો લાવવાની નેમ માત્ર મોદી અને જેટલી જ અપનાવી શકે છે.

જોકે વિરોધી દળોએ અરૂણ જેટલીના બજેટને ખોખલુ અને પાયા વિહોણું ગણાવ્યું છે. કમલાને જણાવ્યું કે આ બજેટમાં યુવાનો માટે કંઇ નથી તેમ જ કૃષિક્ષેત્રે પણ કંઇ આપ્યું નથી. માત્ર વાતો જ કરી છે. તેમણે જણાવ્યું કે કાળાનાણા અંગેનો કાયદો જ્યારે આવશે ત્યારે આવશે. તેમણે અરુણ જેટલીના બજેટને દસમાંથી 2 અંક આપ્યા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નાણા મંત્રી ભારતીય અર્થવ્યવસ્થાની સંરચનાત્મક સુધારના મુદ્દાઓને સંબોધિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસ નેતા અંબિકા સોનીએ જણાવ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે. સામાન્ય બજેટમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. સામાન્ય જનતા માટે કંઇ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને શાનદાર ગણાવતા જણાવ્યું કે નાણામંત્રીને હું શુભેચ્છા આપું છું. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ એક શાનદાર બજેટ છે. મોદીએ આ બજેટને #sabkabudget ગણાવ્યું છે. આવો જોઇએ મોદીના આ સૌના બજેટ પર કરીએ નજર...

મોદીના સૌના બજેટ પર એક નજર

મોદીના સૌના બજેટ પર એક નજર

  • સબસિડી માટે JAM આધાર રહેશે
  • J- જનધન યોજના, A-આધાર, M- મોબાઇલ
  • સરકારી નુકસાન ઓછુ કરવાનો મોટો પડકાર છે
  • કૃષિક્ષેત્રમાં ઓછી આવક એ મોટુ નુકસાન
  • નાણાકિય નુકસાન 3 ટકાથી નીચે લાવવાની યોજના
  • ગરીબો માટે ચાલતી યોજનાઓ ચાલુ રહેશે.
  • મોદીના સૌના બજેટ પર એક નજર

    મોદીના સૌના બજેટ પર એક નજર

    • ઇંફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરવામાં આવશે
    • 2022 સુધી દરેક ગામડામાં વીજળી પહોંચશે.
    • એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ બનાવવાની યોજના
    • 2022 સુધી તમામને રોજગાર આપવાની યોજના છે.
    • દરેક ગામને હોસ્પિટલ આપવાની જોગવાઇ છે.
    • મેક ઇન ઇન્ડિયાનું લક્ષ્ય રોજગારને પ્રોત્સાહન આપવાનું છે.
    • ખેડૂતો માટે 8.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના
    • મોદીનું બજેટ

      મોદીનું બજેટ

      • મેક ઇન ઇન્ડિયાનું લક્ષ્ય રોજગારને પ્રોત્સાહન આપવાનું છે.
      • ખેડૂતો માટે 8.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના
      • રોકાણથી આવકમાં વધારો કરવાની યોજના
      • મનરેગા માટે 34,699 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
      • પર ડ્રોપ, મોર ડ્રોપથી કૃષિમાં વિકાસનું લક્ષ્ય
      • ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ખેડૂત બજાર બનાવવામાં આવશે
      • અટલ પેંશન યોજનાની શરૂઆત કરવામાં આવશે.
      • અટલ પેંશન યોજનામાં 1000 સરકાર અને 1000 રૂપિયા ખાતેદાર જમા કરાવશે
      • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પણ શરૂ કરવામાં આવશે.
      • મોદીનું સૌનું બજેટ

        મોદીનું સૌનું બજેટ

        • પીપીએફમાં 3 હજાર કરોડ જેટલી કોઇ દાવા વગરની રકમ પડી છે.
        • ઇપીએફમાં 6 હજાર કરોડ રૂપિયાની દાવા વગરની રાશિ છે.
        • આ દાવા વગરની રાશિનો ગરીબો માટે ઉપયોગ કરવામાં આવશે.
        • નિતિપંચ માટે 1000 કરોડની ફાળવણી
        • અટલ નવોન્મેશ મિશન માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવશે
        • મનરેગા માટે વધુ 5000 કરોડની ફાળવણી
        • વડાપ્રધાન કૃષિ સિંચાઇ યોજના માટે 3000 કરોડની ફાળવણી
        • વાયદા બજારને સેબીમાં સમાવવાનો પ્રસ્તાવ
        • મોદીનું સૌનું બજેટ

          મોદીનું સૌનું બજેટ

          આઇસીડીએસ માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
          સ્વરોજગાર મેળવવા માટે સેતુ યોજનાની શરૂઆત કરવામાં આવશે
          ડાયરેક્ટ ટેક્સ પ્રણાલી લાગુ કરવાનો પ્રસ્તાવ
          આવતા વર્ષે સાતમુ પગાર પંચ લાગુ કરવાની યોજના છે.
          કર્મચારીઓને ઇપીએફ અથવા એનપીએસની પસંદ કરવાનો વિકલ્પ.
          બાળ વિકાસ યોજના માટે 1500 કરોડ ફાળવવાની યોજના
          150 દેશોના પ્રવાસીઓને વિઝા ઓન અરાઇવલની જોગવાઇ
          નિર્ભયા ફંડમાં વધુ 1000 કરોડની રાશિની ફાળવવણી

          મોદીનું બજેટ

          મોદીનું બજેટ

          • 1 રૂપિયા મહિના પ્રિમિયમ પર 2 લાખનો દુર્ઘટના વિમો
          • વારાણસી, હેદરાબાદ, અમૃતસર વર્લ્ડ હેરિટેજ સિટી બનશે
          • મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વચ્ચે તાલમેલ સ્થપાશે
          • બિહાર, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, અસમમાં એઇમ્સની સ્થાપના થશે.
          • આઇએસએમને પૂર્ણ આઇઆઇટીની માન્યતા
          • કર્ણાટકમાં પણ આઇઆઇટીની સ્થાપના થશે.
          • મોદીનું સૌનું બજેટ

            મોદીનું સૌનું બજેટ

            • અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટ ખોલવામાં આવશે.
            • દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ યોજનામાં 1500 કરોડની ફાળવણી
            • બિહાર અને પશ્ચીમ બંગાળમાં વિશેષ સહાયતા
            • ગુજરાતમાં ધોલેરા અને મહારાષ્ટ્રમાં ઓરંગાબાદમાં 2200 કરોડ
            • મધ્યાહન ભોજન માટે 68,968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
            • સ્વાસ્થ્ય માટે 33152 કરોડની ફાળવણી
            • નનામી ગંગે યોજના માટે 4,173 કરોડની ફાળવણી
            • રક્ષા માટે 2,46,727 કરોડની ફાળવણી, 2.22 લાખથી કરોડથી વધારીને 2.46 લાખ કરોડ કરવામાં આવ્યું.
            • સિંગાપોર જેવું ગુજરાતમાં ફાઇનાસ્ટ સેંટર ખોલવામાં આવશે.
            • મોદીનું સૌનું બજેટ

              મોદીનું સૌનું બજેટ

              • મધ્યાહન ભોજન માટે 68,968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
              • સ્વાસ્થ્ય માટે 33152 કરોડની ફાળવણી
              • નનામી ગંગે યોજના માટે 4,173 કરોડની ફાળવણી
              • રક્ષા માટે 2,46,727 કરોડની ફાળવણી, 2.22 લાખથી કરોડથી વધારીને 2.46 લાખ કરોડ કરવામાં આવ્યું.
              • સિંગાપોર જેવું ગુજરાતમાં ફાઇનાસ્ટ સેંટર ખોલવામાં આવશે.
              • કાળા નાણાના દોષીઓને 10 વર્ષના જેલની સજાની જોગવાઇ
              • બેનામી સંપતિને સરકાર દ્વારા જપ્ત કરવામાં આવશે.
              • ફેમા કાયાદાઓમાં પણ બદલાવ કરવામાં આવશે.
              • વિદેશમાં કાળુ નાણુ છૂપાવવાના દોષીઓને સાત વર્ષની સજા
              • એક કરોડ કરતા વધારેની આવકમાં 2 ટકા સરચાર્જ
              • 1 લાખના ટ્રાંજેક્શન પર પાન નંબર આપવો પડશે.
              • વેલ્થ ટેક્સ ખતમ થશે.
              • એક્સાઇઝ ડ્યૂટી 12.3ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવશે.
              • એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થવાથી તમ્બાકુ, સિગરેટ મોંઘી બનશે
              • સર્વિસ ટેક્સ 12.3 ટકાથી વધારીને 14 ટકા કરાશે
              • સર્વિસ ટેક્સમાં વધારો થવાથી દરેક વસ્તુઓ મોંઘી બનશે.
              • હોટલનું ભોજન, શિક્ષણ, પાર્લર મોંઘુ બનશે.
              • હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટ, 15 હજારથી 25 હજાર સુધીના પ્રીમિયમમાં

English summary
Read about Narendra Modi's #sabkabudget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X