For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાની કલાકારોને મળી MNSની ધમકી

પાકિસ્તાની કલાકારોને મળી MNSની ધમકી

ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. જેની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસે ભારતીય ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને દેશ છોડી દેવાની ધમકી આપી છે. પાકિસ્તાન પરત ચાલ્યા જવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

ઝારખંડની હોસ્પિટલમાં દર્દીને જમીન અપાયું ભોજન

ઝારખંડની હોસ્પિટલમાં દર્દીને જમીન અપાયું ભોજન

ઝારખંડની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રાંચી ઈન્સ્ટિટ્યૂટ ઓઉ મેડિકલ સાઈન્સ (રિમ્સ)માં દર્દીઓ સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. બુધવારે ઓર્થો વોર્ડમાં એક મહિલા દર્દી પલમતિ દેવીને કિચન સ્ટાફ દ્વારા જમીન પર જ જમવાનું આપી દેવામાં આવ્યું હતું.

પાકિસ્તાનને કેરળથી મળશે PM મોદીનો 'જવાબ'

પાકિસ્તાનને કેરળથી મળશે PM મોદીનો 'જવાબ'

ઉરી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને મૌન રહેલો ભાજપ કેરળથી આ ઘટનાનો જવાબ આપી શકે છે. PM મોદી આ ઘટના બાદ અહીં પહેલી જાહેર જનસભા સંબોધવાના છે. રવિવારે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં અાતંકવાદ વિરુદ્ધ સખત સંદેશ અપાશે.

જમ્મુ અને કાશ્મીરમાં પેલેટ ગનનો ઉપયોગ યથાવત રહેશે

જમ્મુ અને કાશ્મીરમાં પેલેટ ગનનો ઉપયોગ યથાવત રહેશે

કાશ્મીરમાં ભીડ પર કાબુ મેળવવા માટે સુરક્ષાદળો પેલેટ ગનનો ઉપયોગ કરી શકશે. આ અંગે સુનાવણી વખતે જજ એન પોલ વસંતાકુમાર અને જજ અલી મહોમ્મદની બેન્ચે પેલેટ ગન પર પ્રતિબંધ મુકવાની ના પાડી દીધી. કહ્યું કે કપરી પરિસ્થિતિમાં સુરક્ષાદળોની પાસે પેલેટ ગનનો ઉપયોગ સિવાય બીજો કોઇ જ રસ્તો નથી.

સીવાન પત્રકાર હત્યાકાંડઃ શાહબુદ્દીનને સુપ્રીમ કોર્ટની નોટિસ

સીવાન પત્રકાર હત્યાકાંડઃ શાહબુદ્દીનને સુપ્રીમ કોર્ટની નોટિસ

સુપ્રીમ કોર્ટે પત્રકાર હત્યાકાંડમાં લાલુ પ્રસાદનો દિકરો તેજપ્રતાપ અને સિવાનના પૂર્વ સાંસદ શાહબુદ્દીનને નોટીસ ફટકારી છે. આ બંને પર પત્રકાર રાજદેવ રંજનના ખુનીને આશરો આપવાનો આરોપ છે. આ બંને શખ્સ સાથેના ખુનીના ફોટા વાયરલ થયા બાદ નોટીસ ફટકારવામાં આવી હતી.

ભારત પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર તોડી શકે છે

ભારત પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર તોડી શકે છે

દેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિંધુ જળ કરારને તોડવાના સંકેત આપ્યા છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સમજૂતિ માટે બે દેશો વચ્ચે વિશ્વાસ અને સહકાર ખૂબ જરૂરી છે, તે એકતરફી ન હોઈ શકે.

લો બોલો, એસીમાં ઉંઘવા માટે ચોરતો હતો કાર

લો બોલો, એસીમાં ઉંઘવા માટે ચોરતો હતો કાર

દિલ્હીની કૃષ્ણાનગર પોલીસે એક શાહી ચોરને પકડી પાડ્યો છે. આ ચોર મોજશોખ કરવા માટે હોંડા સિટી કાર ચોરતો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેના ઘરમાં એસી ન હોવાથી તે કારમાં જ સુઇ જતો હતો. ઉપરાંત કારમાં પેટ્રોલ ભરવા માટે તે સ્કૂટીઓ ચોરતો હતો.

ઉરી હુમલો: ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદે વધુ સૈનિકો તૈનાત કર્યા

ઉરી હુમલો: ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદે વધુ સૈનિકો તૈનાત કર્યા

ભારતે પાકિસ્તાન સાથે લગતી સરહદો સરહદો પર પોતાની સૈન્ય તૈયારીઓ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. 778 કિલોમીટર લાંબી LOC પર સૈનિકોની નવેસરથી તૈનાતી છે. ડિસેમ્બર 2001માં સાંસદ પર થયેલા હુમલા બાદ ઓપરેશન પરાક્રમ અંતર્ગત સરહદ પર સૈનિકોની તૈનાતી કરાઈ હતી, આ વખતે એવું નથી.

વર્કિંગ વુમન માટે દિલ્હી સુરક્ષિત નથી

વર્કિંગ વુમન માટે દિલ્હી સુરક્ષિત નથી

દેશમાં હિલાઓના કામ કરવા માટે સિક્કિમને સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે. દિલ્હીને વર્કિંગ વુમન માટે સૌથી અસુરક્ષિત શહેર માનવામાં આવે છે. અમેરિકી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સ્ટેટ ફોર સ્ટ્રેટજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને નાથન અસોસિયેટે આ અંગે રિપોર્ટ રજૂ કર્યો. અસુરક્ષિત રાજ્યોની યાદીમાં ગુજરાત 15મા સ્થાને છે.

English summary
September 23 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X