For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2000 સુધીના ઇ-પેમેંટ પર સર્વિસ ટેક્સ નહિ, તો લાભ ઉઠાવો આ 6 વસ્તુનો

જો આપ 2000 રુપિયા સુધીની કોઇ વસ્તુ કે સેવાની લેવડ-દેવડ પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરી રહ્યા છો તો હવે આના પર તમારે કોઇ સર્વિસ ટેક્સ આપવો નહિ પડે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ગુરુવારે કેશલેસ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર તરફથી મોટી ઘોષણા કરવામાં આવી કે જો આપ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી 2000 રુપિયા સુધીની લેવડ-દેવડ કરો છો તો તેના પર કોઇ સર્વિસ ટેક્સ નહિ લાગે. નોટબંધીના આ સમયમાં ચોક્કસ આ એક મોટા રાહતના સમાચાર છે માટે આજે અમે તમને જણાવીએ કે આ સમાચાર બાદ નિમ્નલિખિત 6 વસ્તુ જરુર કરો અને પોતાની લાઇફ બનાવો કૂલ.

digital

1. પાર્ટનર સાથે ભોજન: પોતાના પાર્ટનર સાથે કોઇ સારી રેસ્ટોરંટમાં બે મીલ બુક કરાવો અને ભોજન સાથે પોતાના સંબંધોમાં પણ મિઠાશ લાવો.

2. કપડા અને પુસ્તક ખરીદો: જો આપ એમેઝોન કે ફ્લીપકાર્ડનો ઉપયોગ કરો છો તો આપના માટે આ સારો મોકો છે. તમે ઓનલાઇન ટ્રાંઝેક્શન દ્વારા મનપસંદ પુસ્તકો અને કપડા ખરીદી લો.

3. ઘરનું શાકભાજી-કરિયાણુ: ઘરનું કરિયાણુ અને શાકભાજી પણ તમે સરળતાથી ઓનલાઇન ખરીદી શકશો. બસ એક કાર્ડ સ્વાઇપ કરો અને આરામથી પોતાના ઘરની જરુરી વસ્તુઓ ખરીદો.

4. ટ્રાંસપોર્ટ: તમે પોતાનું મેટ્રો કાર્ડ બુક કરાવો અને આરામથી ટ્રાંસપોર્ટની મઝા લો.

5. પેટ્રોલ-ડિઝલ: હવે તમે આરામથી 2000 સુધીનું પેટ્રોલ કે ડિઝલ પોતાની ગાડીમાં ભરાવો અને લોંગ ડ્રાઇવની મઝા લો કારણકે કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કોઇ સર્વિસ ટેક્સ નહિ લાગે( 2000 રુપિયા સુધી).

6. મોબાઇલ રિચાર્જ અને બિલ પેમેંટ: તમે તમારા મોબાઇલમાં ઓનલાઇન રિચાર્જ કરાવી શકો છો તેમજ બધા જ પ્રકારના બિલના પેમેંટ ઓનલાઇન કરી શકો છો.

તમને જણાવી દઇએ કે નોટબંધી બાદ સરકાર પહેલેથી જ એ એલાન કરી ચૂકી હતી કે 31 ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડના ઉપયોગ પર કોઇ સર્વિસ ટેક્સ નહિ લાગે. વળી હવે સરકારે 2000 સુધીના ઇ-પેમેંટ પર પણ રાહત આપી છે.

English summary
Service tax on card transactions up to Rs 2K waived off, here are a few things you can do after this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X