For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીઃ સ્કૂલ બસ સાથે ટ્રકની ટક્કર થતાં 25 બાળકોની મોત

યુપીના એટામાં સ્કૂલ બસ સાથે ટ્રક અથડાતાં 25 બાળકોની મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના એટામાં એક ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે, એટા જિલ્લાના અલીગંજ વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે એક સ્કૂલ બસ સાથે ટ્રક અથડાતાં 25 બાળકોનું મૃત્યુ થયું છે અને 40 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા છે.
જેએસ વિદ્યા પબ્લિક સ્કૂલની આ બસમાં જૂનિયર કેજીથી લઇને ધોરણ 7 સુધીના બાળકો હતા. રસ્તમાં રેતીથી ભરેલી એક ટ્રેક સાથે સ્કૂલ બસની ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. કહેવાઇ રહ્યું છે કે, ગાઢ ધુમ્મસને કારણે આ ટક્કર થઇ હતી. આ બસમાં 50થી વધુ બાળકો સવાર હતા.

Accident

યુપીના ડીજીપી જેવાદ અહેમદે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 25 બાળકોનું મૃત્યુ થયું છે. અમારી પહેલી પ્રાથમિકતા છે ઇજાગ્રસ્ત બાળકોને બચાવવા, બચાવ કાર્ય ચાલુ છે. પ્રશાસન દ્વારા કડકડતી ઠંડીને લીધે તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, આમ છતાં આ શાળા ચાલુ રાખવામાં આવી હતી. માટે શાળા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વ્યક્ત દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે કહ્યું કે, યુપીના એટામાં થયેલી દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે. બાળકોના મૃત્યુ પર હું શોક વ્યક્ત કરું છું, શોકાકુળ પરિવારના દુઃખને હું સમજું છું. ઇજાગ્રસ્ત બાળકો જલ્દી સાજા થઇ એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું.

Accident

બસ અને ટ્રકની ભીષણ અથડામણ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સ્કૂલ બસ અન ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે બંન્ને વાહનોને મોટું નકસાન પહોંચ્યું છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂચના મળતાં જ પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી પોલીસે બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે. આ ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અહીં વાંચો - નોટબંધીનો વિરોધઃ દેશભરમાં RBI સામે કોંગ્રેસે કર્યું પ્રદર્શનઅહીં વાંચો - નોટબંધીનો વિરોધઃ દેશભરમાં RBI સામે કોંગ્રેસે કર્યું પ્રદર્શન

English summary
several school children dead, many injured as bus collides with a truck in Etah district of Uttar Predesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X