For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ શક્તિ મિલ ગેંગરેપ કેસમાં ચાર દોષીઓને જનમટીપની સજા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 માર્ચ: મુંબઇ શક્તિ મિલ કમ્પાઉન્ડમાં થયેલા બે ગેંગરેપના બધા આરોપીને મુંબઇની સેશન કોર્ટે ગઇકાલે ગુરુવારે થયેલી સુનાવણીમાં દોષી ગણાવ્યા હતા. શક્તિ મિલમાં બે ગેંગરેપના કિસ્સામાં મુંબઇની સેશન કોર્ટે ગુરૂવારે પોતાનો ચૂકાદો આપ્યો હતો. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટીલ પણ ચૂકાદા સમયે કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે દોષીઓને સજા આજે સુણાવવામાં આવી હતી, જેમાં ચારેય દોષીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટે ચારેય આરોપી ક્રમશ: સિરાજ ખાન, મોહંમદ કાસિમ ઉર્ફ કાસિમ બંગાળી, સલીમ અંસારી અને વિજય જાદવને ગેંગરેપ મામલે દોષી ઠેરવ્યા છે. તેમને કલમ 376ડી, 377 અને 354 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સજા આજે શુક્રવાર સુધી મોકૂફ રખાઇ હતી.

gang rape
અત્રે ઉલ્લેખનીય છે કે ગેંગરેપનો પહેલો મુદ્દો 18 વર્ષની એક ટેલિફોન ઓપરેટરની સાથે ગત વર્ષ 31 જુલાઇના રોજ ખાલી પડેલી શક્તિ મિલ્સના પરિસરમાં ગેંગરેપનો હતો. જ્યારે બીજો કિસ્સો તે જ વર્ષે 22 ઓગષ્ટનો છે. પોતાના સાથી સાથે ગયેલી ટ્રેઇની પત્રકાર પર ગેંગરેપ ગૂજારવામાં આવ્યો હતો.

આ બંને કેસોમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાં સામેલ એક કિશોરનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે બાકીના ચાર દોષીઓને મુંબઇની સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

વાંચો મુંબઇ શક્તિ મિલ ગેંગરેપની સંપૂર્ણ કહાણી વાંચો મુંબઇ શક્તિ મિલ ગેંગરેપની સંપૂર્ણ કહાણી

English summary
Probably the fastest ever verdict given by the Mumbai court, the Shakti Mill gangrape case ended in victory for the victim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X