For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંઇ પૂજા વિવાદઃ શંકરાચાર્યે બોલાવી બેઠક

|
Google Oneindia Gujarati News

હરિદ્વાર, 29 જૂનઃ સાંઇબાબાની પૂજાને લઇને ઘમાસાણ વધી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના નિવેદનથી નારાજ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે આજે મામલાને લઇને પોતાના હરિદ્વાર સ્થિત આશ્રમમાં સાધુ-સંતોની એક મોટી બેઠક બોલાવી છે. બેઠકમાં સાંઇ બાબાની પૂજાને લઇને વિચાર-મંથન થશે.

shankaracharya
જણાવવામાં આવી રહ્યું છેકે આ બેઠકમાં સાઇં બાબાની પૂજાને સમર્થનમાં નિવેદન આપનારી જલ સંસાધન મંત્રી ઉમા ભારતી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવી શકે છે. આ બેઠકમાં ગંગાના મુદ્દે પણ ચર્ચા થશે. આ પહેલા સાંઇ બાબાની પૂજાને યોગ્ય ગણાવવા પર શનિવારે શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પર આકરા પ્રહારો કર્યા. શંકરાચાર્યે કહ્યું કે ઉમા ભારતી સાંઇની પૂજાનું સમર્થન કરીને રાજકીય દબાણ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, ઉમા મંત્રી છે, ભગવાન નથી. તેમને જનતાએ શાસન કરવા માટે ચૂંટ્યા છે અને તે ધાર્મિક વ્યવસ્થાઓમાં દખલગીરી ના કરે. આ પહેલા ઉમા ભારતીએ હરિદ્વારમાં સાંઇ પૂજાને સમર્થન કરતા કહ્યું કે, તે પોતે પણ સાંઇ ભક્ત છે અને જો તેમના ભક્ત સાંઇને ભગવાન માને છે તો તેમાં ખોટું શું છે.

હવે કેન્દ્રીય જળ સંસાધન મંત્રીના નિવેદન પર શંકરાચાર્ય વિફર્યા છે. તેમણે ઉમા ભારતીની ગુરુ ભક્તિ સામે જ પ્રશ્નાર્થ કર્યો છે અને કહ્યું છેકે જે ગુરુ સ્વામી વિશ્વેશ તીર્થ પાસેથી દિક્ષા લીધી છે, તે સાંઇ પૂજાનો વિરોધ કરે છે. સનાતન પંરપરામાં સંન્યાસી ગુરુ ભક્ત હોય છે તો ઉમા કેવી રીતે સન્યાસી છે, જે પોતાના ગુરુના વિરુદ્ધમાં જઇ રહ્યાં છે.

શંકરાચાર્યે કહ્યું કે, હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આચાર્ય ધાર્મિક વ્યવસ્થાને જુએ છે અને ઉમા જણાવે કે કયા આચાર્ય કહીં રહ્યાં છેકે સાંઇની પૂજા કરવી ઉચિત છે. તમને જણાવી દઇએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે દ્વારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે હિન્દુઓએ સાંઇની પૂજા ન કરવી જોઇએ.

English summary
shankaracharya lashesh out on uma bharti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X