For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે થવાની છે ડીલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 નવેમ્બર: એક અઠવાડિયા સુધી ચાલેલી ચર્ચાઓ બાદ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ફરીથી સાથે આવતી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના આગામી કેટલાક દિવસોમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનો ભાગ બની જશે. આ ઉપરાંત પાર્ટીના સાંસદ અનિલ દેસાઇ પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યમંત્રી તરીકે સામેલ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના મુખિયા ઉદ્ધવ ઠાકરે વચ્ચે એ વાત પર સહમતિ બની છે કે મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના 10 મંત્રી હશે, જેમાંથી ઓછામાં ઓછા ચાર કેબિનેટ સ્તરના મંત્રી હશે. શિવસેનાએ ઉપમુખ્યમંત્રીના પદની પોતાની જૂની માંગને છોડી દિધી છે, પરંતુ એ નક્કી છે કે ગૃહ મંત્રાલય તેને મળશે.

uddhav-devendra

ગૃહ ઉપરાંત વિજળી, લોક નિર્માણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય શિવસેનાના કોટામાં જશે. કેન્દ્રિય નેતૃત્વમાં મોટી-મોટી વાતો પર સહમતિ બન્યા પછી ભાજપે નાના-નાના મુદ્દાઓ રાજ્ય નેતૃત્વને નક્કી કરવા માટે કહી દિધું છે. શિવસેનાએ કેન્દ્રમાં મંત્રીમંડળ વિસ્તાર માટે પોતાના સાંસદ અનિલ દેસાઇનું નામ લીધું હતું. પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્પષ્ટ ન થવાના લીધે પાર્ટી નેતૃત્વમાં અંતિમ સમયે અનિલ દેસાઇને શપથ લેતાં અટકાવી દિધા હતા અને તે એરપોર્ટથી પરત આવ્યા હતા.

શિવસેના સાથે મનભેદ દૂર થવાથી ભાજપને દિલ્હીમાં સાંસદની કાર્યવાહીમાં ફાયદો થશે. લોકસભામાં શિવસેનાના 18 અને રાજ્યસભામાં ત્રણ સાંસદ છે. શિવસેનાએ વીમા સંશોધન બિલનો વિરોધ કર્યો છે, પરંતુ કરાર થવાની સ્થિતિમાં ભાજપને બંને સદનોમાં ઘણા મુદ્દાઓ પર સહયોગી પાર્ટીનું સમર્થન મળશે અને સરકારને પોતાનો એજંડા આગળ વધારવામાં મદદ મળશે.

288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના 122 સભ્ય છે, જ્યારે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 63 છે. કરાર બંને પાર્ટીઓને ફાયદો સોદો લાગી રહ્યો છે. ભાજપ શિવસેના વિના વિધાનસભામાં બહુમતી મેળવી શકી નહી, બીજી તરફ શિવસેના કેન્દ્રમાં સરકારમાં છે અને એવામાં રાજ્યમાં દમદાર વિપક્ષની ભૂમિકા ભજવી ન શકે.

English summary
After weeks of acrimony, the Shiv Sena and the BJP are believed to be again holding talks on forming an alliance in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X