For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બનાવવા માટે નાના પક્ષોના સંપર્કમાં ભાજપ, શિવેસેનાનું વધ્યું ટેંશન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં ભાજપ 123 સીટો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીના આંકડાથી 22 સીટો દૂર રહી ગઇ. એવામાં સરકાર બનવવા માટે તેને સહયોગીની શોધ છે. જૂના મિત્રો પણ સાથે આપવા માટે તૈયાર છે, પરંતુ તેમની શરતો હજમ થઇ રહી નથી. એવામાં મહારાષ્ટ્રના રાજકારણમાં તોડજોડનું કામ જોરશોર પર છે.

શિવસેનાએ ભાજપને સમર્થન આપવાની રજૂઆત કરી, પરંતુ સીએમના પદથી ઓછું તેને મંજૂર નથી. એવામાં ભાજપ અન્ય સંભાવનાઓની શોધ કરી રહી છે. ભાજપના રાજકીય દબાણથી શિવસેનાની બેચેની વધી ગઇ છે.

શિવસેના દ્વારા ઓફર બાદ અત્યાર સુધી ભાજપમાં કોઇ પહેલ કરવામાં આવી રહી નથી. ભાજપના સૂત્રોના અનુસાર પાર્ટી નેતૃત્વએ અત્યારસુધી શિવસેનાનું સમર્થન લેવાનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. ભાજપ બહુમતી સાથે 22 ધારાસભ્ય દૂર કરવા માટે અપક્ષ તથા નાના રાજકીય પક્ષોની મદદ માંગી રહી છે. ભાજપની આ રણનિતી બેવડા નીહિતાર્થ છે.

uddav-thackeray

ભાજપ પોતાની આ ચાલથી એક તો શિવસેનાની અકડ ઢીલી કરવા માંગે છે તો બીજી તરફ આ સારી રીતે અનુભવ કરવા માંગે છે કે રાજ્યમાં આગામી સરકાર તેના વિના પણ બની શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કેટલાક નાના પક્ષ તથા અપક્ષોએ આ સીટો જીતી છે અને તેમાં મોટાભાગના ભાજપની સાથે આવી જાય. ભાજપના આ પગલાંથી શિવસેનામાં હલચલ પેદા થઇ ગઇ છે.

English summary
While Shiv Sena president Uddhav Thackeray continues to play a waiting game, BJP leaders are contacting smaller parties and independent MLAs seeking their support for government formation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X