ISISએ આપી શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી
બેંગલુરુ, 29 માર્ચ: દુનિયાના સૌથી ખતરનાખ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી આપી છે. આ ધમકી તેમને એ સમયે આપવામાં આવી જ્યારે તેઓ મલેશિયામાં પોતાની એક શિબિરનું આયોજન કરી રહ્યા હતા.
મલેશિયાના પેનાંગમાં હોટલ જેનના મેનેજરને એક પત્ર મળ્યો, જેમાં આઇએસઆઇએસે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો હોટલ શ્રી શ્રી રવિ શંકરને પોતાના ત્યાં રોકાવા દેશે તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. તે જ કવરમાં એક પત્ર શ્રી શ્રીને જાનથી મારવાની ધમકી પણ લખવામાં આવી હતી.
બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ સેંટરની પીઆરઓ માનસી ધર્મરાજે જણાવ્યું કે મલેશિયામાં ચાલી રહેલ શિબિરમાં લગભગ 10 હજાર લોકોએ ભાગ લીધો. તે દરમિયાન ધમકી ભર્યા પત્રો મળ્યા. આ સંબંધમાં ભારતીય દૂતાવાસ અને સ્થાનીય પોલીસને સૂચિત કરી દેવામાં આવ્યા છે.
શ્રી શ્રી રવિશંકરને ધમકીભર્યા પત્રો...

ધમકીભર્યા પત્રો
આગળ તસવીરોમાં આપ એ પત્રોને જોઇ શકશો જેમાં શ્રી શ્રી રવિશંકરને ધમકી આપવામાં આવી છે.

આ પત્ર હોટલને મોકલવામાં આવ્યો
આ પત્રમાં હોટલને ધમકી આપવામાં આવી છે કે જો શ્રી શ્રી રવિશંકર અહીં રોકાયા તો પરિણામ ખરાબ આવશે.

હોટલને પત્ર
અરબી ભાષામાં હોટલને મોકવામાં આવેલ આ પત્રમાં સર કલમ કરતી તસવીરો પણ છે.

આઇએસઆઇએસનો પત્ર
આ પત્ર શ્રી શ્રીના નામથી મોકલવામાં આવ્યો છે. તેમાં સર કલમ કરતી તસવીરો પણ છે.

મલેશિયામાં કેમ્પ
મલેશિયામાં ચાલી રહ્યો છે શ્રીશ્રીનો કેમ્પ. આ કેમ્પ દરમિયાન મળી ધમકી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
