For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકો હોસ્પિટલને ખુશીઓનું ઘર બનાવે છે

|
Google Oneindia Gujarati News

હોસ્પિટલ, આ નામ સાંભળતા આપણને બિમારી, પીડા અને ચિંતાવાળી જગ્યાનો ભાસ થાય છે. હોસ્પિટલમાં અનેક લોકો ગંભીર બિમારીઓ સાથે સાજા થવાની આશ લઇને આવે છે. અને માટે આ સ્થળ ગમગીની અને શાંતિથી ભરેલો હોય છે. પણ બેંગ્લોરમાં કેટલાક તેવા પણ લોકો છે જે હોસ્પિટલને મોજમસ્તી અને ખુશીઓનું ઘર બનાવે છે.

આ લોકો કોઇનું દુખ અને પીડાને તો દૂર નથી કરી શકતા પણ હા તેમના ચહેરા પર સ્માઇલ જરૂરથી લાવી દે. આ લોકોના નામ છે હરિષ ભુવન અને નિવેન્દ્રન, જે ક્લાઉન એટલે કે જોકર બનીને હોસ્પિટલમાં જાય છે અને બિમાર અને કેન્સરથી પીડાતા બાળકોના ચહેરા પર એક સ્માઇલ લાવી દે છે. એટલું નહીં આ લોકો આ બાળકો માટે ડાન્સ પણ કરે છે. અને ઠહાકા પણ લગાવે છે.

શનિવારે બેંગ્લોરની સેન્ટ જ્હોન હોસ્પિટલ અને મંગળવારે નારાયણ રુદ્રાલય જતા આ સગંઠનમાં હવે ધીરે ધીરે અન્ય લોકો પણ જોડાઇ રહ્યા છે. વધુમાં આપણા અમદાવાદમાં પણ હરિષ,આવું જ એક સેન્ટર ચલાવે છે. ત્યારે હોલ્પિટલમાં ક્લાઉન બનીને જતા આ જોકરોનો એક વીડિયો આ સાથે અટેચ કરું છું. સાથે જ તેમના અનુભવો વિષે પણ તેમણે આ વીડિયોમાં જણાવ્યું છે. તો જુઓ આ હોસ્પિટલ ક્લાઉનનો વીડિયો

English summary
It was started by Harish Bhuvan and Nivendran 1 and half year agoWe dress up like clowns go to hospitals and spread happiness through compassion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X