For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રા સામે સમન જારી

|
Google Oneindia Gujarati News

mahabal
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: દિલ્હીની એક ફાસ્ટ ટ્રેક કોર્ટે કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રાને સમન ફટકાર્યું છે. મહાબલ મિશ્રાને આ સમન 2006માં એક નાબાલિગ યુવતીની સાથે અપહરણ અને રેપ મામલામાં રજૂ નહી થયા બાદ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રા અને તેના પરિવારના સભ્યોની સામે આ સમન જારી કરવામાં આવ્યું.

સમન જારી કરતા કોર્ટે કોંગ્રેસ સાંસદને 18 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. મહિલાઓની સાથે શારિરીક અપરાધના મામલે સુનવણી માટે ઘડવામાં આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટે આ નિર્દેશ અને સમન જારી કર્યો છે. કોર્ટે સાંસદ મહાબલ મિશ્રા, તેમની પત્ની ઉર્મિલા અને ભાઇ હીરા મિશ્રાની સામે સમન જારી કર્યુ છે.

જોકે કોર્ટે કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રાને વ્યક્તિગત રીતે રજૂ થવાની છૂટ આપી હતી. પરંતુ સમનની સતત અવગણના થવા બદલ કોર્ટે તેમની સામે સમન જારી કરી 18 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનો નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીમાંથી કોંગ્રેસી સાંસદ છે.

English summary
Fresh summons against Congress MP in kidnapping and rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X