For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોધપુરના છોરાને સુષ્માએ આપ્યો ભરોસો, ચોક્ક્સ આવશે પાકિસ્તાની નવોઢા

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયાઓ માટે ઘણા ચર્ચામાં રહે છે. ટ્વીટરના માધ્યમથી તે લોકોની ફરિયાદો સાંભળે છે અને તરત જ તેનુ સમાધાન પણ કરે છે. શુક્રવારે તેમણે રાજસ્થાનના જોધપુરમાં રહેતા યુવકને ટ્વીટર પર ભરોસો આપ્યો કે તેની જેની જોડે સગાઇ થઇ છે તે પાકિસ્તાનમાં રહેતી યુવતીને વિઝા જરુર મળશે.

સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનિતી શું છે જાણો અહીં..સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનિતી શું છે જાણો અહીં..

priya

સુષ્મા સ્વરાજે નરેશ તેવાનીને ટ્વીટર પર ભરોસો આપ્યો કે આગલા મહિને તેની મંગેતર પ્રિયાને વિઝા જરુર મળશે. પ્રિયા અને તેના પરિવારે ત્રણ મહિના પહેલા ભારતના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી વિઝા મળ્યો નથી.
નવેમ્બરમાં છે લગ્ન નરેશ અને પ્રિયાના લગ્ન નવેમ્બરમાં થવાના છે. પરંતુ વિઝા ન મળવાને કારણે બંને પરિવારોએ નક્કી કરેલા સમયે લગ્ન થવાની આશા છોડી દીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે બંને પરિવારો ચિંતાગ્રસ્ત હતા.

Sushma assures visa for pakistani bride after jodhpur youth requested

વિદેશમંત્રીએ ટ્વીટર પર આપ્યો જવાબ

27 વર્ષીય નરેશે ટ્વીટ કરીને વિદેશમંત્રીને અપીલ કરી હતી કે તેના લગ્ન સમયસર થઇ શકે તે માટે કરાંચીમાં રહેતી તેની મંગેતર અને તેના પરિવારને વિઝા આપવામાં આવે. નરેશને જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે "તમે ચિંતા ન કરો, અમે વિઝા અપાવી દઇશુ."

Sushma assures visa for pakistani bride after jodhpur youth requested

કરાચીથી આવવા ઇચ્છે છે 15 જણ

જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રિયાના પરિવારના આશરે 15 લોકો લગ્નમાં હાજર રહેવા કરાચીથી જોધપુર આવવા ઇચ્છે છે અને તેમણે વિઝા માટે એપ્લાઇ કર્યુ છે. નરેશે કહ્યુ કે વિદેશમંત્રીના ટ્વીટે તેને ઘણી રાહત આપી છે. હવે લગ્નમાં કોઇ મુશ્કેલી નહિ આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિદેશમંત્રીએ ઑગસ્ટમાં પણ તત્કાલ વિઝા ઇશ્યૂ કરાવીને એક કપલની મદદ કરી હતી.

Sushma assures visa for pakistani bride after jodhpur youth requested
English summary
Sushma assures visa for pakistani bride after jodhpur youth requested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X