For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિમાર સુષ્માએ ફરી કરી મદદ, દુબઇથી પાછો લાવ્યો ભારતીયને

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ફરી એક વાર દુબઇમાં ફસાયેલા એક ભારતીયની મદદ કરી. વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દુબઇમાં ફસાયેલા એક ભારતીય વિષે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને તેને પાછો ભારત લાવ્યો છે તેવી જાણકારી આપી છે. સાથે જ આ અંગે ભારતીય દૂતાવાસ જોડે રિપોર્ટ પણ માંગ્યો છે. આ વ્યક્તિનું નામ છે જગન્નાથ સેલ્વારાજ જે 48 વર્ષનો છે. તેને પાછલા બે વર્ષથી ભારત પરત ફરવા માટે ટિકીટ નથી મળી રહી. જે માટે તેને કોર્ટમાં કેસ પણ દાખલ કરી ચૂક્યો છે. તમિલનાડુના ત્રિરુચિરાપલ્લીમાં રહેતા જગન્નાથન નોકરી માટે દુબઇ ગયો હતો.

dubai

સેલ્વારાજે કોર્ટમાં લડાઇ તૈયાર શરૂ કરી જ્યારે તેની માતાની મોત પર તેની અંતિમ સંસ્કાર માટે જવા દેવામાં નહતો આવ્યો. એક ટિકટ ન મળવાના કારણે પાછલા લાંબા સમયથી તે એક પાર્કમાં ગરીબી અને બિમારીમાં દિવસો પસાર કરતો હતો. ત્યારે એમ્સમાં પોતાની કિડની ટ્રાંસપ્લાટ કરાવવા માટે દાખલ થયેલી સુષ્મા સ્વરાજે પોતાની બિમારી સાથે લડતા આ ફરજ પણ નીભાવી હતી અને આ અંગે ભારતીય દૂતાવાસ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. જે બાદ મંગળવારે સુષ્મા સ્વરાજે તે જાણકારી આપી કે જગન્નાથન સેલ્વરાજ ઘરે પાછો ફર્યો છે.

English summary
sushma swaraj says we have brought him back to india and sent to his village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X