કાનપુર રેલ દુર્ઘટના માટે ISI જવાબદાર? તપાસ અર્થે બિહાર પહોંચી યૂપી ATS ટીમ

બિહાર પોલીસનો દાવો છે કે, 3 એવા લોકોની ધરપકજ કરવામાં આવી છે, જેમણે આ વાત સ્વીકારી છે કે રેલ દર્ઘટનાઓ સાથે પાકિસ્તાનનું કનેક્શન છે.

Subscribe to Oneindia News

બિહાર સ્થિત મોતિહારી પોલીસનો દાવો છે કે, તેમણે પૂર્વીય ચંપારણથી 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેઓ રેલવેને નિશાન બનાવતા હતા. આ પોલીસનો દાવો છે કે, તપાસમાં તેમને એક સંદિગ્ધ જણાતા આઇએસઆઇ કનેક્શન મળી આવ્યું છે. મોતિહારીના પોલીસ જીતેન્દ્ર રાણાએ કહ્યું કે, આદાપુર થાણા ક્ષેત્રમાં ઉમા શંકર પટેલ, મુકેશ યાદવ અને મોતી પાસવાન નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

train accident

નેપાળના બ્રજેશ ગિરીએ આપ્યા ત્રણ લાખ

આ ત્રણે નેપાળના બ્રજેશ ગિરી માટે કામ કરતા હતા. પોલીસનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન આ ત્રણેયે કબૂલ્યું હતું કે, પૂર્વીય ચંપારણના ઘોડાસાહનના રેલવે ટ્રેકને ઉડાવવા માટે તેમને આઇએસઆઇ સંબંધિત નેપાળના બ્રજેશ ગિરી નામના વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. રાણાએ જણાવ્યું હતું કે, ત્યારે રેલવે ટ્રેક પર લગાવેલા બોમ્બને તેમણે ગામવાળાઓની મદદથી નિષ્ક્રિય કરી દીધો હતો.

અન્ય બે અપરાધીઓની ચાલી રહી છે શોધખોળ

આ સિવાય બીજા બે અપરાધીઓ ગજેન્દ્ર શર્મા અને રાકેશ યાદવની પકડવા માટે પોલીસ કાર્યરત થઇ ગઇ છે. આ બંન્ને આરોપીઓ પૂર્વીય ચંપારણમાં જ સંતાયેલા હોવાની આશંકા છે. રાણાએ જણાવ્યું છે કે, આ અંગે એટીએસ અને અન્ય એજન્સિઓને જાણકારી આપી દેવામાં આવી છે. હવે તપાસ ચાલી રહી છે કે, ક્યાંક ઉત્તર પ્રદેશના કાનપુર સહિતની અન્ય રેલ દુર્ઘટનાઓમાં પણ આમનો હાથ તો નથી ને.

English summary
Suspected ISI link to target railways unearthed, 3 held.
Please Wait while comments are loading...