For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breaking: "ટલ્લી બાબા" અને "છોટી માં" રાધે માંના સંતાનો!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: સ્વઘોષિત ધર્મગુરૂ રાધે માંને લઈને એક મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. રાધે માં પર દહેજ અને અશ્લીલ હરકતો સહિતના અનેક આરોપો છે. સોશ્યિલ મિડીયા પર પણ રાધે માં ચર્ચાનો વિષય છે. આ બધાની વચ્ચે વધુ એક મોટો અને ચોંકવનારો ખુલાસો સામે આવી રહ્યો છે. જી હા, આપને જાણીને આશ્ચર્ય થશે કે ગૌરવ કુમાર ઉર્ફે ટલ્લી બાબા રાધે માંનો પુત્ર છે.

Radhe maa

એટલું જ નહિં છોટી માં ઉર્ફે ઋતુ સરીન રાધે માંની પુત્રી હોવાનું બહાર આવ્યું છે. આ જાણકારી પ્રોપર્ટીના દસ્તાવેજો સામે આવ્યાં બાદ સામે આવી છે. વાત જાણે એમ છે કે મુંબઈની એક 75 કરોડની મિલકતના દસ્તાવેજમાં રાધે માંના મોટા દીકરા હરજિંદરે ટલ્લી બાબાને પોતાનો સગો ભાઈ અને છોટી માંને પોતાની બહેન તરીકે બતાવી છે. મહત્વપૂર્ણ છે કે ટલ્લી બાબા રાધે માંના ખાસ સેવક છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે ટલ્લી બાબા અને છોટી માં સાચે જ રાધે માંના પોતાના બાળકો છે કે પછી કાળા ધનની કમાઈ છુપાવવા માટે દસ્તાવેજમાં તેમના નામ ઉમેરવામાં આવ્યાં છે. જો કે આ તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.

English summary
The key to the mysterious world of Radhe Maa lies with her two closest aides Chhoti Maa and Talli Baba. In a recent has claimed that Talli Baba is no one but Radhe Maa's son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X