For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: અમ્મા લાઇફ સપોર્ટ પર છે, પણ તમિલનાડુમાં દુખની સુનામી

તમિલનાડુના લોકલાડીલા મહિલા મુખ્યમંત્રી તેવા જયલલિતાએ આજે વિષે તમામ મહત્વના અને લેટેસ્ટ ખબર વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

એઆઇએડીએમકેના પ્રમુખ અને અમ્મા નામે લોકપ્રિય થયેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની સ્થિતિ હાલ નાજુક છે. તેવા સમાચારો આવ્યા હતા કે તેમનું નિધન થયું છે. પણ અપોલો હોસ્પિટલે પ્રેસ રિલિઝ જાહેર કરી સ્પષટતા આપી છે કે હાલ જયલલિતાને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અને તેમના પ્રાણ બચાવવા માટે બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે.

jaya

નોંધનીય છે કે રવિવારે તેમને હાર્ટ અટેક આવતા તેમને અપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમની હાલત નાજુક હતી. અપોલો હોસ્પિટલમાં ઇસીએમઓ સપોર્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમની તબિયતને જોતા ખાસ લંડનથી વરિષ્ઠ ડોક્ટર પ્રોફેસર રિચર્ડ બેલે પણ બોલવવામાં આવ્યા હતા.

jaya

ત્યારે તેમની મોતથી હોસ્પિટલની બહાર રાહ જોતા તેમના હજારો સર્મથકો પોતાના આંસુ રોકી નહતા શક્યા. પોલિસ અને અમ્માના સમર્થકો વચ્ચે ધર્ષણ પણ થયું હતું. અને એઆઇડીએમકેની ઓફિસનો ધ્વજ પણ થોડી વાર માટે નીચે કરવામાં આવ્યો હતો.

flag jaya

નોંધનીય છે કે જયલલિતાની બિમારીની વાત સાંભળતા જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ આગળ ભેગા થઇ ગયા હતા. ત્યારે તમિલનાડુના ગવર્નરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અને તમિલનાડુમાં સ્થિતીની ગંભીરતાને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કાર્ણાટક તમિલનાડુ સીમા પર પણ સુરક્ષા વધારવામાં આવી છે.

apollo press

નોંધનીય છે કે જયલલિતા તમિલનાડુના એક લોકલાડીલા નેતા છે. પાંચ વાર મુખ્યમંત્રી બનનાર આ સશક્ત મહિલા મુખ્યમંત્રી તેમની અનેક ગરીબ કલ્યાણ યોજનાઓથી સામાન્ય માનવી સુધી સરકારી રાહતો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

Jaya
English summary
Tamil nadu cm and AIADMK supremo jayalalithaa, latest news Read more her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X