For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતાના 5 નિર્ણય, જેણે જીતી લીધુ લોકોનું દિલ

પોતાના સમર્થકો વચ્ચે અમ્માના નામથી જાણીતા જયલલિતાએ પોતાના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન કેટલાક એવા દમદાર કામ કર્યા જેના કારણે તેમના સમર્થક જ નહિ વિપક્ષી પાર્ટીઓ પણ તેમની પ્રશંસા કરે છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

લાંબી બીમારી બાદ છેવટે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું જીવનની જંગ હરી ગયુ. જયલલિતાના ગયા બાદ તેમના સમર્થકો દુખી છે અને આંસુઓનો સેલાબ ઉમટ્યો છે. આ આંસુઓ પાછળ કારણો પણ છે. પોતાના સમર્થકો વચ્ચે અમ્માના નામે જાણીતા જયલલિતા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કેટલાક એવા દમદાર કામ કર્યા જેના કારણે તેમના સમર્થકો જ નહિ વિપક્ષી પાર્ટીઓ પણ તેમની પ્રશંસા કરે છે.

amma

ક્રેડલ બેબી સ્કીમ

મુખ્યમંત્રી જયલલિતાએ વર્ષ 1992 માં કન્યા ભ્રૂણ હત્યા રોકવાના ઉદ્દેશ્યથી ક્રેડલ બેબી સ્કીમની શરુઆત કરી. આ સ્કીમ હેઠળ ક્રેડલ બેબી સેંટરમાં લોકો પોતાની નવજાત બાળકીઓને છોડીને જઇ શકતા હતા. આ સ્કીમ રાજ્યના ઘણા જિલ્લામાં શરુ કરવામાં આવી અને તેના ઘણા સકારાત્મક પરિણામ પણ નીકળ્યા. જયલલિતાની આ સ્કીમથી પ્રભાવિત થઇ લોકોએ આને અમ્માનું વરદાન કહ્યુ.

Amma

વીરપ્પનનો ખાતમો

ભયનો પર્યાય બની ચૂકેલા કુખ્યાત ડાકુ વીરપ્પનનો ખાતમો 2004 માં મુખ્યમંત્રી જયલલિતાના કાર્યકાળમાં જ થયો. તેમના મુખ્યમંત્રી કાર્યકાળમાં વીરપ્પન એક એનકાઉંટરમાં માર્યો ગયો. વીરપ્પનની મોતને જયલલિતાની સરકારની એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. આ એનકાઉંટર બાદ લોકો જયલલિતાને રાજ્યની રક્ષક તરીકે જોવા લાગ્યા.

અમ્મા કેંટીન

જયલલિતાની સૌથી વધુ તેમના જનહિત કાર્યો માટે પ્રશંસા કરવામાં આવી. 2013 માં જયલલિતાએ ગરીબ લોકોને સસ્તુ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે અમ્મા કેંટીનની શરુઆત કરી. આ કેંટીનમાં ખૂબ જ ઓછા ભાવમાં લોકોને ભોજન આપવામાં આવતુ હતુ. હાલમાં સમગ્ર તમિલનાડુમાં આશરે 200 અમ્મા કેંટીન ચાલી રહી છે, જ્યાં ખૂબ સસ્તા દરે સારુ જમવાનુ આપવામાં આવે છે.

Amma

અમ્મા નમક

અમ્મા કેંટીનની સફળતા બાદ જયલલિતાએ બીજુ પગલુ ભરતા અમ્મા નમકની શરુઆત કરી. આ સ્કીમમાં પણ સસ્તા દરે મીઠુ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ. તમિલનાડુ સોલ્ટ કોર્પોરેશન હેઠળ બનાવવામં આવેલ આ નમકને બજારમાં ખૂબ ઓછા દરે સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવ્યુ. તેમના આ પગલાને પણ રાજ્યના લોકોએ ખૂબ વખાણ્યુ.

અમ્મા બેબી કેર કીટ

જયલલિતાએ ત્યારબાદ અમ્મા બેબી કેર કીટના નામે એક સ્કીમ લોંચ કરી. આ સ્કીમ મા અને તેના નવજત બાળકો માટે હતી જેમાં લોકોમાં ઘણી લોકપ્રિયતા મળી. આ સ્કીમ હેઠળ મહિલાઓને બાળકોને જન્મ આપ્યા બાદ એક કીટ આપવામાં આવતી જેમાં બાળકો માટે કપડા, મચ્છરદાની અને તેલ-સાબુથી માંડી બાળકોની જરુરતનો બધો સામાન રાખવામાં આવતો.

jaya
English summary
tamilnadu cm jayalalithaa taken five important decision for public during her government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X