For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોબાળાની વચ્ચે તેલંગાણા બિલ રજૂ: કોઇએ છાંટ્યો સ્પ્રે, કોઇએ બતાવ્યું ચાકૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: તેલંગાણા બિલ પર વિવાદ થમવાનું નામ નથી લઇ રહ્યો. આ વિવાદ હવે આંધ્રપ્રદેશથી છેક સંસદ સુધી પહોંચી ગયો છે. બંને ગૃહમાં આજે તેલંગાણા બિલને લઇને જોરદાર હોબાળો થયો.

સૂત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર લોકસભાની અંદર એક સાંસદે પોતાના ખિસ્સામાંથી સ્પ્રે કાઢ્યું અને ચારેય બાજું સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું, જેનાથી તમામ સાંસદોને ખાસી આવવા લાગી. જ્યારે ઘણા સાંસદોની તબિયત લથડી ગઇ. જેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્પ્રે કરનારા સાંસદનું નામ રાજગોપાલ છે જે કોંગ્રેસના સાંસદ છે. જેમને કોંગ્રેસે પોતાની પાર્ટીમાં બરતરફ કર્યા છે.

આ ઘટના બાદ સંસદ ભવનની બહાર તેલંગાણાના સમર્થન અને વિરોધી સાંસદોની વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ ગઇ. બંને પક્ષોની વચ્ચે ખૂબ જ ચર્ચા થઇ અને મારામારી પણ થઇ. આની વચ્ચે સરકારે તેલંગાણા બિલને લોકસભામાં રજૂ કરી દીધું છે.

telangana
આજે લોકસભામાં જેવો હોબાળો જોવા મળ્યો તેઓ આજ સુધી ક્યારેય જોવા મળ્યો નથી, જોકે આ ઘટના ભારતીય ઇતિહાસમાં એક કલંક સમાન છે. તેલંગાણાનો મામલો કેન્દ્ર સરકાર માટે એક મુસીબત બની ગયો છે. સંસદની અંદર અને બહાર બંને સ્થળે યૂપીએ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર કોઇ પણ રીતે આ બિલને પાસ કરાવા માગે છે.

તેલંગાણાના વિરોધમાં સંસદમાં સતત વિવાદ વણસી રહ્યો છે. જેને પગલે બંને ગૃહોના કાર્યને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેલંગણાના વિરોધમાં કોંગ્રેસના અન્ય 4 વિધાયકોએ પોતાના રાજીનામાં ધરી દીધા છે, તેઓ સીમાંધ્ર વિસ્તારના વિધાયકો હોવાનું મનાઇ રહ્યું છે.

English summary
After much debate and confusion, Telangana bill has been finally tabled in the Lok Sabha. Immediately after Home Minister Sushilkumar Shinde tabled the Telangana bill in the Lok Sabha, the last session of parliament taking place on Thursday, was adjourned till 2 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X