For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રા પર આતંકી હુમલો, 7 લોકોની મોત

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ પર થયો આતંકી હુમલો. અનંતનાગમાં થયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 6 લોકોની મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આંતકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો જમ્મુ કાશ્મીરના હાઇવે વિસ્તાર બાટેન્ગોમાં કરવામાં આવ્યો છે. અહીંથી અમરનાથ યાત્રા માટે પસાર થઇ રહેલી એક બસમાં આંતકીઓએ હુમલો કર્યો છે. જેમાં અત્યાર સુધી 7 લોકોની મોત થઇ હોવાની જાણકારી મળી છે. અને 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બસમાં મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ હતા. અને બસ પર ગુજરાતના નંબર પ્લેટ સાથે રજિસ્ટ્રર છે. આ હુમલામાં બે ગુજરાતી યાત્રાળુઓના મોત થયાની જાણકારી મળી છે. જો કે હુમલા પછી સેના અને પોલીસ દ્વારા આ હુમલા બાદ સ્થિતિને કાબુમાં કરવાની પ્રયાસો શરૂ કરવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

army

હાલ જે જાણકારી મળી રહી છે તે મુજબ આતંકવાદીઓ રાતના 8 વાગ્યાની આસપાસ એક બસ પર ફાયરિંગ કર્યું હતું. આ બસ અમરાનાથા યાત્રાળુઓને લઇને બાલટાલથી મીર બજાર જઇ રહી હતી. હાલમાં જ અમરનાથની યાત્રા શરૂ કરવામાં આવી છે અને પ્રથમ યાત્રા પર જ આતંકી હુમલો કરવામાં આવ્યો છે. હુમલા પછી અમરનાથ યાત્રાને અસ્થાઇ રૂપે રોકવામાં આવી છે. આંતકી બુરહાન વાનીના મોતનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે. અમરનાથ યાત્રા પર થયેલા આ હુમલા પછી પીએમ નરેન્દ્ર મોદી અને અજીત ડોભલે એક આપાતકાલીન બેઠક પણ બોલાવી હતી અને આ અંગે જાણકારી મેળવી હતી. વધુમાં ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને પીડિતોના પરિવારને સંવેદના દર્શાવી છે. સાથે પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાને વખોડ્યો છે. અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

English summary
6 Amarnath yatra pilgrims killed, many injured after terrorists attacked their bus in Batingu area of J&K's Anantnag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X