જમ્મુ-કશ્મીરઃ બારામૂલામાં સુરક્ષદળો સાથેની લડાઇમાં 1 આતંકી ઠાર

બારામૂલા જિલ્લામાં મંગળવારની સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી લડાઇમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.

Subscribe to Oneindia News

જમ્મુના બારામૂલા જિલ્લમાં મંગળવારની સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી લડાઇમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આ લડાઇ હજુ પણ ચાલુ જ છે, ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી મોટા માત્રામાં હથિયાર અને દારૂ-ગોળાનો સામાન મળી આવ્યો છે.

army

કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્થળે હજુ પણ 2 આતંકવાદીઓ છુપાઇને બેઠા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પહેલાં 29 ડિસેમ્બરના એન્કાઉન્ટરમાં 2 સૈનિકો ઘાયલ થયા હતા.

ગયા વર્ષે 60 સૈનિકો શહીદ

  • વર્ષ 2016માં આંતેકવાદીઓ અને ઘુસણખોરોને કારણે બોર્ડરની પરસ્થિતિ ખરાબ થઇ હતી.
  • સેના મંત્રાલય અનુસાર સિઝફાયર વૉયલેશન, એન્કાઉન્ટર અને બોર્ડર પર વાબ આપવાની કાર્યવાહીમાં 2016માં ભારતના 60 જવાનો શહીદ થયા છે.
  • આ પહેલાં વર્ષ 2015માં 33 જવાનો શહીદ થયા હતા.
  • જ્યારે વર્ષ 2014માં આ આંકડો 32નો હતો.

English summary
One terrorist has been killed in an encounter with security forces at Baramulla district in Jammu and Kashmir. The security forces have recovered a huge cache of arms and ammunition.
Please Wait while comments are loading...