For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત

એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. તેમના મોત જયલલિનાના મોતના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયુ હતુ. તેમની અંતિમ સંસ્કાર વિધિ પણ કરી દેવામાં આવી છે. પરંતુ જયલલિતાના નિધન બાદ સમગ્ર તમિલનાડુમાં હજુ પણ શોકનો માહોલ છે. બુધવારે એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ અત્યાર સુધીમાં 77 લોકોના મોત નીપજ્યા છે. તેમના મોત જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે.

jayalalitha

એઆઇએડીએમકેએ મૃતકોના પરિવારો માટે 3 લાખ રુપિયાના વળતરની ઘોષણા કરી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા જ્યારે જયલલિતાને આવકથી વધુ સંપત્તિના મામલે સજા થવાથી જેલમાં જવુ પડ્યુ હતુ ત્યારે કથિત રીતે દુખી થઇને તેમના ઘણા સમર્થકોએ પોતાનો જીવ આપી દીધો હતો.

એઆઇએડીએમકેએ દુખ અને આઘાતને કારણે થયેલ મૃતકોનો આંકડો તો જારી કર્યો છે પરંતુ એ નથી જણાવ્યુ કે આમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા કેટલી છે અને આ લોકો પ્રદેશમાં ક્યાંના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે જયલલિતા છેલ્લા 77 દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા. ગયા રવિવારે સાંજે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો. ત્યારબાદ સોમવારે રાત્રે 11.30 કલાકે તેમનું નિધન થઇ ગયુ.

English summary
The AIADMK on Wednesday announced that 77 people had died following Jayalalithaa's illness and eventual death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X