For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ ઇંડિયન એક્સપ્રેસનો દાવો, સરકાર નહિ આપે સર્જીકલ સ્ટ્ર્રાઇકનો પુરાવો

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

જે દિવસથી ઇંડિયન આર્મીએ પાક અધિકૃત કાશ્મીર પર સર્જીકલ સ્ટ્ર્રાઇક કર્યુ છે, તે દિવસથી જ તેના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. પહેલા પાકિસ્તાન તેની માંગણી કરી રહ્યુ હતુ અને ત્યારબાદ દેશના અમુક નેતાઓએ તેની માંગ કરી દીધી. ત્યારબાદ સમાચાર મળ્યા હતા કે ભારત સરકાર આ બાબતમાં વિચાર કરી રહી છે અને કદાચ લોકો સામે પુરાવા પણ આપી શકે.

indian express

પરંતુ હવે અંગ્રેજી વર્તમાનપત્ર " ધ ઇંડિયન એક્સપ્રેસ " એ દાવો કર્યો છે કે સરકાર એવુ કંઇ જ કરવાની નથી. પેપરમાં છપાયેલ સમાચાર અનુસાર મોદી સરકારે નિર્ણય લીધો છે કે તેઓ સર્જીકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા રજૂ નહિ કરે અને ભારત યુદ્ધની તૈયારી પણ નથી કરી રહ્યુ. પરંતુ તે પાકિસ્તાનની દરેક નાપાક હરકતને મુહતોડ જવાબ જરુર આપશે.

ઉલ્લેખનીય છે કે 28-29 સપ્ટેમ્બરની રાત્રે ભારતીય કમાંડોઝે પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓના લૉંચ પેડ્સને નિશાન બનાવ્યા હતા. જેમાં ઘણા આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે. અમુક રિપોર્ટમાં તો એવુ પણ કહેવાયુ છે કે સર્જીકલ સ્ટ્રાઇકમાં લશ્કરના 20 આતંકવાદી માર્યા ગયા હતા જેના કારણે લશ્કર અકળાયેલુ છે.

English summary
The government has decided for now it will not release any evidence of the surgical strikes and the damage caused to the terror launch pads in Pakistan-occupied Kashmir, arguing that doing so would push the Pakistan Army into a corner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X