For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સાઇટને છોડીને બાકી બધી સાઇટ્સ પર નરેન્દ્ર મોદીનો કબ્જો!

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર સૌથી પ્રચલિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક અને ટ્વિટર પર લાખો-કરોડો ફોલોવર છે. હવે વડાપ્રધાને ઇંસ્ટાગ્રામ તરફ પ્રયાણ કર્યું છે. ઇંસ્ટાગ્રામ પર પણ વડાપ્રધાનની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી જ લાવી શકાય છે કે થોડાક જ કલાકોમાં ફોલોવર્સની સંખ્યા પચાસ હજારથી પાર થઇ ગઇ છે. ફોલોવર્સની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નરેન્દ્ર મોદી પ્રોફેશન સાઇટ લિંક્ડ ઇન પર પણ છે. હવે બસ માત્ર એક જ સાઇટ ટિંડર બચી છે જેની પર તેમણે પોતાનું એકાઉંટ નથી ખોલાવ્યું.

modi
નરેન્દ્ર મોદીએ પોતાના એકાઉંટ જેવું જ ઇંસ્ટાગ્રામ પર બનાવ્યું તો પહેલી ફોટો તેમણે મ્યાંમારથી જ ખેંચીને મોકલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાંમારમાં એશિયા સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ઇંસ્ટાગ્રામ રહેલા યુવાનોએ ફોટા પર ધડાધડ કમેંટ અને લાઇક કરી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક રોજ ઉપયોગમાં લાવે છે. જ્યાં તેમના પેજ પર લાઇકનો આંકડો 24, 598,120 થઇ ગયો છે. જ્યારે પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિક્ડઇન પર વડાપ્રધાનના 250,3584 ફોલોવર છે.

એટલું જ નહીં વડાપ્રધાન ટ્વિટર એકાઉંટ પણ ઉપયોગ કરે છે. ટ્વિટર પર પણ તેમણે મ્યાંમારની તસવીરો પોસ્ટ કરી છે. અત્રે તેમના ફોલોવર્સની સંખ્યા 7.8 મીલિયન છે.

English summary
Most popular Prime minister of India is not only using Facebook, twitter but also the Instagram. The only major social media platform Narendra Modi is not using is Tinder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X