For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂછપરછ માટે તીસ્તાની ધરપકડ શા માટે જરૂરી છે: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટની નવી પીઠે ગુરુવારે વર્ષ 2002 રમખાણ પ્રભાવિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં એક સંગ્રહાલયના નામ પર ફંડની ઉચાપતના મામલામાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિના આગોતરા જામીન મંજૂર કરી લીધા. કોર્ટે આ મહત્વના ચૂકાદા બાદ તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદની ધરપકડ હવે નહીં થાય. કોર્ટે તીસ્તાને મોટી રાહત આપી છે તો તેમની પાસે એ લોકોની સૂચિ માગી છે જેમણે આ સંગ્રહાલય માટે દાન આપ્યું હતું. સાથે જ કોર્ટે તીસ્તા પાસે તપાસ એજન્સીઓની સાથે સહયોગ કરવાનો આદેશ પણ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ
આ પહેલા કોર્ટે ગુજરાત ક્રાઇમ બ્રાંચને પ્રશ્ન કરતા જણાવ્યું કે આખરે તીસ્તા સાથે પૂછપરછ કરવા માટે તેની ધરપકડ શા માટે જરૂરી છે? કોર્ટે પૂછ્યું કે સવાલ-જવાબ કરવા માટે તીસ્તાની ધરપકડ આખરે શા માટે જરૂરી છે? ડિવિઝન બેંચના જસ્ટિસ દીપક મિશ્રા અને આદર્શ કુમાર ગોયલે ક્રાઇમ બ્રાંચની સામે સવાલ રાખ્યો કે આખરે તીસ્તાને કસ્ટડીમાં શા માટે લેવી જરૂરી છે?

નવી ખંડપીઠે આપ્યો ચૂકાદો
તીસ્તા મામલામાં પીઠમાં ફેરફાર માટે કોઇ કારણ નથી બતાવવામાં આવ્યું. આ મામલો ન્યાયાધીશ એસજે મુખોપાધ્યાય અને ન્યાયમૂર્તિ એનવી રમણની પીઠથી ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની પીઠને સ્થાનાંતરિત કરવામાં આવ્યા. પહેલી પીઠે દંપતિની ધરપકડ પર 13 ફેબ્રુઆરીના રોજ છ દિવસ માટે સ્ટે ઓર્ડર આપી દીધો હતો. કોર્ટે સેતલવાડ દંપતિને આત્મસમર્પણ કરવા અને નિયમિત જામીન લેવાનું સૂચન આપ્યું. પરંતુ બાદમાં તેને 19 ફેબ્રુઆરી સુધી રાહત મળી ગઇ હતી. કોર્ટે આ મામલામાં રાજનીતિ વચ્ચે નહીં લાવવાની પણ ચેતાવણી આપી હતી.

શું હતો આખો મામલો
સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ, જાકિયા ઝાફરીના પુત્ર તનવીર ઝાફરી તથા બે અન્ય પર ગોધરાકાંડ બાદ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે એકઠા કરવામાં આવેલા 1.51 કરોડ રૂપિયાની રકમ ચાઉં કરી જવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ભારતીય આઇપીસી કલમ 120 (બી), 406 અને 420 હેઠળ અને આઇટી કલમ 72(એ) હેઠળ તીસ્તા, આનંદ, તનવીર તથા અન્ય બે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં ફેરવવા માટે દાનના રૂપમાં એકઠા કરેલા 1.51 કરોડ રૂપિયાની રાશિ ચાઉં કરી જવાના આરોપ બદલ દાખલ કરવામાં આવ્યો હતો.

English summary
The Supreme Court has granted anticipatory bail to social activist Teesta Setalvad. This order would mean that Teesta cannot be arrested by the Gujarat Crime Branch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X