For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં IED બ્લાસ્ટ, 3 વ્યક્તિઓના મોત

|
Google Oneindia Gujarati News

ઇમ્ફાલ, 21 ડિસેમ્બર : પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પાટનગર ઇમ્ફાલ ખાતે રવિવારની શરુઆથ ધડાકાઓ સાથે થઈ. ઇમ્ફાલમાં સવાર-સવારમાં જ આઈઈડી બ્લાસ્ટ થયો અને તેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી.

manipur-2
મળતી માહિતી મુજબ ઇમ્ફાલ ખાતે આ બ્લાસ્ટ આઈઈડી વડે કરવામાં આવ્યો. પોલીસ સૂત્રોની માનીએ, તો આ ધડાકા પાછળ ઉગ્રવાદીઓનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.

manipur-1
ઉગ્રવાદીઓએ ઇમ્ફાલના ગિર્દી ધરાવતા વિસ્તારને નિશાન બનાવતાં આ ધડાકો કર્યો. આ ધડાકામાં ત્રણ લોકોના મોત થઈ ગયાં, જ્યારે ચાર જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ખૂબ જ નાજુક બતાવાઈ રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલે લઈ જવાયાં છે.

બ્લાસ્ટની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. એટલુ જ નહીં, એ બાબતની પણ જાણ નથી થઈ શકી કે આ બ્લાસ્ટ પાછળનું કારણ શું હશે. નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા પણ અહીં એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો કે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું.

English summary
Three labourers were killed and four others seriously injured in a powerful IED blast in Imphal on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X