For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો, 3ની મોત

GREF કેમ્પ લાઇન ઓફ કંટ્રોલથી 2 કિલોમીટરની દૂરી પર છે. GREF કેમપ પર આતંકી બુમલા બાદ તમામ આર્મી કેમ્પને એલર્ટ કરવામાં આવ્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીર, અખનૂરમાં જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (GREF) પર થયેલા આતંકી હુમલામાં બીઆરઓના ત્રણ કર્મચારીઓનું મૃત્યુ થયુ છે. આ આતંકી હુમલો સોમવારની સવારે થયો હતો. GREF નો કેન્પ લાઇન ઓફ કંટ્રોલની નજીક આવેલો છે. આતંકી હુમલા બાદ આ વિસ્તારને સુરક્ષાદળો દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે અને હાર્ટ એલર્ટ જાહેર કરાયો છે.

terrorist

ગઇ કાલે રાતે થઇ હતી ઘુસણખોરી

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, આ આતંકી હુમલામાં GREF સાથે કામ કરી રહેલાં ત્રણ કર્મચારીઓનું મૃત્યુ થયું છે. આંતકવાદીઓ તરફથી થયેલા અંધાધૂંધ ગોળીબારમાં આ ત્રણેય કર્મચારીઓ ઘાયલ થયા હતા. ગુપ્ત વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ગઇ કાલે રાત્રે બોર્ડર ક્રોસ કરી હતી અને આજે વહેલી સવારે કેમ્પ પર હુમલો કર્યો હતો.

અહીં વાંચો - કેરળમાંથી ગુમ થયેલા 21 લોકો ISISની ટ્રેનિંગ બાદ ભારત પર કરશે હુમલો

LOC થી 2 કિમીની દૂરી પર છે કેમ્પ

GREF કેમ્પ લાઇન ઓફ કંટ્રોલથી 2 કિમીની દૂરી પર છે. આતંકી હુમલા બાદ તમામ આર્મી કેમ્પને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે રાજ્યની પાલીસને પણ સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. હુમલા બાદ હવે આ મામલાની તપાસ શરૂ થઇ ગઇ છે.

English summary
Three personnel have lost their lives in attack on GREF camp in Akhnoor Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X