For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપાલની ધરપકડની કિંમત 6 લાશો અને 54 કરોડ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિસાર, 20 નવેમ્બર: 18 દિવસોની સંતાકૂકડી, છ જીવ અને લગભગ ત્રણ સોથી વધુ ઇજાગ્રસ્ત લોકોની કિંમત ચૂકવ્યા બાદ અંતે હરિયાણા પોલીસે બુધવારે રાત્રે 'બબાલી બાબા' સંત રામપાલને તેમના દરમાં ખૂસીને ધરપકડ કરવામાં સફળ રહી. જી હાં હરિયાણા પોલીસનું સૌથી મોટું ઓપરેશન સફળ રહ્યું. રાત્રે લગભગ 9:21 મિનિટે રામપાલ અંધારાનો ફાયદો ઉઠાવી ચહેરો સંતાડીને આશ્રમમાંથી ભાગવાની તકમાં હતા તેને ધરપકડ કરી લેવામાં આવ્યા. પોલીસે તેને ધરપકડ કરી ચંદીગઢ લઇ ગઇ જ્યાં 21 નવેમ્બરના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ધરપકડ કરાયેલા રામપાલનો કરાયો મેડિકલ ટેસ્ટ, કોર્ટમાં થશે હાજરધરપકડ કરાયેલા રામપાલનો કરાયો મેડિકલ ટેસ્ટ, કોર્ટમાં થશે હાજર

આ આખા કેસમાં જો કોઇ સૌથી હેરાન કરનાર વાત એ છે કે એક પાખંડી અને હત્યારા બાબાના વાવાઝોડાને શાંત કરવા માટે લગભગ 54 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. હવે તમે વિચારી રહ્યાં હશો કે સૌથી મોટી કોર્ટનો હુકમ, હુકમની બજવણી માટે ત્રીસ હજારથી વધુ પૈરામિલિટ્રી ફોર્સ અને હરિયાણા પોલીસના જવાન. એટલું જ નહી જેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાનો છે તેનો આખો અડ્ડો પણ પોલીસના ઘેરામાં તેમછતાં 54 કરોડનો ખર્ચ.

તસવીરોમાં જુઓ તે બાબાઓને જેમણે પોલીસને કર્યા પરેશાનતસવીરોમાં જુઓ તે બાબાઓને જેમણે પોલીસને કર્યા પરેશાન

તો આવો અમે તમને જણાવીએ. હરિયાણા હાઇકોર્ટની બેંચના રામપાલની હાજરી માટે તમામ વ્યવસ્થાઓ પર થયેલા ખર્ચનું વિવરણ કેન્દ્ર, પંજાબ, હરિયાણા સરકાર તથા ચંદીગઢ વહિવટી તંત્ર પાસે માંગ્યું છે. આ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવાનું રહેશે. સંત રામપાલને ડરાવીને તેની પોલમાંથી બહાર કાઢવા માટે રોજ 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. ગત 9 દિવસોથી આ જીવલેણ નાટક પોતાના હાઇ વોલ્ટેજ પર રહ્યું. જિલ્લા વહિવટીતંત્રના એક ટોચના અધિકારીના અનુમાન અનુસાર જવાનોની દરરોજની મૂવમેંટ પર લગભગ 6 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યાં છે (6 કરોડ એક દિવસના તો 9 દિવસના 54 કરોડ) તેમાં જવાનોના ખર્ચથી માંડીને વાહનો અને અન્ય વિભાગોની ગતિવિધિઓ પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે રામપાલ વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર થયા બાદ 10 નવેમ્બરના રોજ હિસારમાં પેરા મિલિટ્રી ફોર્સ અને હરિયાણા પોલીસની કંપનીઓ આવવાનું શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ ફોર્સની સંખ્યા સતત વધતી ગઇ.

sant-rampal-news

આંકડામાં 54 કરોડના ખર્ચનો હિસાબ
પૈરા મિલિટ્રી અને હરિયાણા પોલીસના કુલ જવાન
પ્રતિ જવાન ખર્ચ- 1 હજાર રૂપિયા (પ્રતિદિવસ)
કુલ ખર્ચો- 3 કરોડ રૂપિયા

લગભગ 100 આઇપીએસ અને એચપીએસના અધિકારી
પ્રતિ અધિકાર ખર્ચો- 2 હજાર રૂપિયા (પ્રતિ દિવસ)
કુલ ખર્ચો- 2 લાખ રૂપિયા

- રામપાલ પ્રકરણને લઇને પ્રદેશના વિભિન્ન ડેપોમાંથી રોડવેઝની લગભગ 300 બસો પોલીસ ડ્યૂટીમાં ગોઠવવામાં આવી છે. તેમાં રોડવેઝના લગભગ 600 કર્મચારી પણ ગોઠવવામાં આવ્યા છે. રોડવેઝ અધિકારીઓના અનુસાર એક રોડવેઝ બસ દરરોજની 15 હજારની કમાણી કરે છે.

- પોલીસ અને વહિવટીતંત્રએ રોડવેઝ બસો ઉપરાંત લગભગ 700 વાહન અભિયાન લગાવી રાખ્યા છે. તેમાં પોલીસની 400 બસો, 100 વજ્ર વાહન, 40 બુલેટ પ્રુફ વાહન, 40 એંબુલંસ, 30 જેસીબી, 20 ક્રેન, 20 પીસીઆર, 25 ટ્રેક્ટર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના લગભગ 30 વાહન સામેલ છે. આ વાહનોની અવરજવર પર પણ રોજ મોટી રકમ ખર્ચ થઇ રહી છે.

English summary
The tense and violent standoff between the Haryana police and Sant Rampal ended on Wednesday night after the fugitive godman was arrested from the besieged Satlok Ashram in Barwala, Hisar. Total Rs. 54 crore invested to arrest godman Sant Rampal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X