For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી પર શરમજનક જાહેરાત-કાળા લોકોને દર્શાવાયા ઉતરતીકક્ષાના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર (અજય મોહન) રાત્રે 12 પછી કે સવારે ટીવી ચાલુ કરશો તો કેટલીક ચેનલો પર તમને એક જાહેરાત જરૂરથી જોવા મળશે, જેમાં કેટલાક લોકો ધોળા થવાની ક્રિમનો પ્રચાર કરતાં જોવા મળશે. આ જાહેરાત છે ફેરલુક ક્રીમની, જે સતત કાળા લોકો વિરૂદ્ધ વંશીય ટિપ્પણી કરી રહ્યાં છે. આટલુ જ નહી આ જાહેરાત કાળા લોકોની હેસિયતને હલકી દર્શાવે છે.

કાળા-ગોરામાં ભેદભાવને પ્રોત્સાહન પુરૂ પાડનાર આ જાહેરાતમાં સૌથી પહેલાં એક મહિલા આવે છે અને કહે છે કે 'મારા રંગના કારણે મારા પતિ મારા તરફ વધુ આકર્ષિત થતા ન હતા, જ્યારથી મેં ફેર ગ્લો લગાવી, અને હું ગોરી થઇ, તો ગજબનો નિખાર આવ્યો. હવે તે બીજીવાર હનીમૂન પર જવાની જીદ કરી રહ્યાં છે. ત્યારબાદ એક યુવતિ અને યુવક આવે છે. જે પોત-પોતાની આપવિતી વ્યક્ત કરે છે અને કહે છે કે કાળા હોવાના કારણે તેમને કોઇ મહત્વ મળતું ન હતું, ક્રીમ લગાવ્યા બાદ હવે બધા તેમને મહત્વ આપે છે.

અહીં સુધી સહન કરી શકાય તેવું હતું, પરંતુ હવે જે જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે તે ખરેખર શરમજનક છે. જાહેરાતમાં એક કાળો માનણ, પોતાના જૂનિયર (જે ગોરો છે) એક ઓફિસમાં જાય છે, ત્યારે સિક્યોરિટી ગાર્ડ તેને અટકાવે છે, અને કહે છે કે આ ડ્રાઇવર ક્યાં ઘૂસી રહ્યો છે. જૂનિયર કહે છે કે આ મારા બૉસ છે. ત્યારે તે જવા દે છે. પાછળથી ગાર્ડ કોમેન્ટ કરે છે જે જોવામાં તો એકદમ પટાવાળા જેવો લાગે છે.

fair-look

શું કહે છે સંવિધાન

જો ભારતીય સંવિધાનની વાત કરીએ તો અનુચ્છેદ 15 અનુસાર કોઇપણ વ્યક્તિને લિંગ, રંગ, જાતિ, ધર્મ વગેરે લઇને ભેદભાવ કરવો સંવિધાન વિરૂદ્ધ છે. તેજ અનુચ્છેદ 21 કહે છે કે કોઇપણ હોદ્દો હોય, વ્યક્તિ ગમે તે કામ કરતો હોય, તેને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. ઉંચા કે નાના હોદ્દાના આધાર પર કોઇ વ્યક્તિ સાથે ભેદભાવ કરવો જોઇએ નહી.

જાણકારો શું કહે છે

આ મુદ્દે અમે ઇન્દિરા ગાંધી ઓપન યૂનિવર્સિટીના કાઉન્સિલર તથા લખનઉના જયનારાયણ પીજી કોલેજના શિક્ષક ડૉ. આલોક ચાંટિયા સાથે વાત કરી, તો તેમને કહ્યું કે આ જાહેરાત કાયદો ભંગ કરી રહી છે. ડૉ. ચાંટિયાએ સમાજશાસ્ત્રી પ્યાજેના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જે આંખો જોઇ લે છે તે સમજે છે તે વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાય છે. જો કે આવી જાહેરાતો સમાજમાં ઝેર રેડવાનું કામ કરી રહી છે.

ડૉ. ચાંટિયાએ કહ્યું હતું કે પ્રથમ જાહેરાત જેમા પટાવાળાને નિર્દોષ બતાવવામાં આવ્યો છે તે અનુચ્છેદ 21નું ઉલ્લંઘન કરે છે, બીજી વાત કાળા રંગના આધારે ભેદ અનુચ્છેદ 15નો ભંગ કરે છે. આટલું જ નહી મહિલાઓને ઉપયોગની વસ્તુ દર્શાવવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી મહિલાઓ દેખાવમાં સુંદર છે ત્યાં સુધી તેનો પતિ તેનું મહત્વ સમજશે. એટલે કે સીધેસીધા મહિલાના શરીર તરફ આકર્ષણ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

લખનઉના શિયા પીજી કોલેજના પત્રકારિતા વિભાગના શિક્ષક ડૉ. તરૂણ કાંત ત્રિપાઠીનું કહેવું છે કે આવી જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઇએ. જોકે સરકાર તો પછી પ્રતિક્રિયા આપશે, પહેલાં તો ટીવી ચેનલોને આવી જાહેરાત દર્શાવવાનું બંધ કરવું જોઇએ, કારણ કે તેમની સમાજ પ્રત્યે નૈતિક જવાબદારી બને છે.

English summary
Most shocking commercial add runs every day on various TV channels in which a fairness cream Fair Look racist comments against black people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X