For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TVF CEO વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ

ઓફિશિયલ ફરિયાદના અભાવે મુંબઇ પોલીસ આ કેસ બંધ કરવાની તૈયારીમાં હતી, એવામાં પીડિતાએ પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવતા આખરે આ કેસ પર તપાસ શરૂ થઇ છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

મુંબઇ ના અંધેરી ઇસ્ટ પોલીસ મથક ખાતે ઓનલાઇન મનોરંજન ચેનલ ધ વાયરલ ફીવર(ટીવીએફ)ના સીઇઓ અરુણાભ કુમાર વિરુદ્ધ જાતીય સતામણી નો કેસ નોંધવામાં આવ્યો છે. ટીવીએફની પૂર્વ મહિલા કર્મચારીએ આ ફરિયાદ નોંધાવી છે. અરુણાભ કુમાર વિરુદ્ધ કલમ 354 A(જાતીય સતામણી) અને 509(મહિલાના આત્મસન્માનનું હનન કરતાં શબ્દો, હાવભાવ કે કૃત્યોનો ઉપયોગ કરવો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

tvf ceo

ઉલ્લેખનીય છે કે, પીડિતાએ ટીવીએફમાં 2 વર્ષ નોકરી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, આ બે વર્ષ દરમિયાન અરુણાભ દ્વારા તેને સતત હેરાન કરવામાં આવી હતી તથા તેનું યૌન શોષણ પણ થયું હતું. પીડિતાએ પોતાની આપવીતી એક બ્લોગમાં વર્ણવી હતી. આ પોસ્ટ વાયરલ થતાં અરુણાભે પીડિતા પર ખોટું બોલતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ થોડા જ દિવસની અંદર બીજી લગભગ 50 જેટલી મહિલાઓએ અરુણાભ પર આ જ આરોપો લગાવ્યા હતા.

જો કે, આ તમામ આરોપો સોશિયલ મીડિયા થકી જ લગાવવામાં આવ્યા હતા, આમાંથી કોઇ પીડિતાએ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નહોતી નોંધાવી. આ કારણે મુંબઇ પોલીસ કેસ બંધ કરવાનું વિચારી રહી હતી. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, જો કોઇ પીડિતા આ મામલે ફરિયાદ નોંધાવવા આવશે, તો તુરંત એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

પીડિતાનો બ્લોગ

માર્ચ મહિનામાં પીડિતાનો એક બ્લોગ વાયરલ થયો હતો. જે અનુસાર તે બિહારના મુઝફ્ફરનગરની વતની છે. અરુણાભ કુમાર પણ આ જ શહેરના રહેવાસી છે અને તેમણે વર્ષ 2014માં ટીવીએફની સ્થાપના કરી હતી. પીડિતાએ પણ એ જ વર્ષમાં કંપની જોઇન કરી હતી તથા તેણે પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે, કંપની જોઇન કર્યા બાદ પહેલા મહિનાથી જ તેનું શોષણ શરૂ થયું હતું, જે વર્ષ 2016 સુધી ચાલ્યું.

English summary
TVF CEO Arunabh Kumar booked for sexual harassment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X