For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને 'ઇન્ડિયન ટ્રંપ' કેમ કહ્યાં?

બજેટ 2017ની રજૂઆતને લઇને અનેક વિવાદો થઇ ચૂક્યાં છે. તેમાં બજેટ રજૂ થયા પહેલાનો સૌથી મોટો ઝાટકો હતો સાંસદ ઇ.અહમદનું નિધન.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે પહેલીવાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું, વિપક્ષના વિરોધ છતાં બજેટ નિશ્ચિત સમયે રજૂ કરવામાં આવ્યું હતું. આની પર તીખી પ્રતિક્રિયા આપતાં રાજદના વડા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને 'ઇન્ડિયન ટ્રંપ'નું ઉપનામ આપ્યું છે.

lalu modi

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે 31 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ભૂતપૂર્વ કેન્દ્ર મંત્રી તથા વર્તમાન સાંસદ ઇ.અહમદનું નિધન થયું હતું અને પરંપરા અનુસાર કોઇ પણ સાંસદનું મૃત્યુ થાય ત્યારે સંસદમાં શોક સંદેશ પસાર કરી એક દિવસ માટે સદન સ્થગિત કરવામાં આવે છે. વિપક્ષોએ પણ એક દિવસ માટે બજેટ સ્થગિત કરવાની માંગ કરી હતી. આમ છતાં લોકસભા અધ્યક્ષે આ માંગણી નકારી નિશ્ચિત સમયે જ બજેટ રજૂ કર્યું હતું.

આથી જ લાલુ પ્રસાદ યાદવે ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં કહ્યું કે, 'ઇ.અહમદ સાંસદના વરિષ્ઠ સભ્ય હતા. આજના દિવસે સંસદની કામગીરી સ્થગિત કરવી જોઇતી હતી. આજે બજેટ રજૂ કરીને સરકારે અસંવેદનશીલતા અને અમાનવીયતા દેખાડી છે. મોદી ઇન્ડિયન ટ્રંપ છે, બંન્ને મુસીબતો ઊભી કરે છે.'

અહીં વાંચો - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ છે સમાનતાઅહીં વાંચો - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ છે સમાનતા

English summary
RJD Chief Lalu Prasad Yadav attack on Pm Narendra Modi govt over Presenting Budget despite E Ahamed Death Calls Modi is Indian Trump.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X