કેન્દ્રીય મંત્રી અનિલ માધવનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

અનિલ દવે લાંબા સમયથી બિમાર હતા. દિલ્હીમાં હદયરોગના હુમલા કારણે તેમનું નિધન થયું છે.

Subscribe to Oneindia News

કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અનિલ માધવ દવેનું નિધન થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. અનિલ દવે ગત કેટલાક દિવસથી બિમાર હતા. અને દિલ્હીમાં હદયરોગના હુમલાના કારણે તેમનું મોત થયું છે. બીજેપી સમતે તમામ દળોના નેતાએ તેમના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે તેમણે નર્મદા નદીના બચાવ માટે ખૂબ જ કામ કર્યું હતું. અને પર્યાવરણને બચાવવા માટે તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે.

madhav

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરતા જણાવવામાં આવ્યું હતું કે કાલે સાંજે જ અનિલ દવેજીને મળ્યો હતો. અમે નિતીગત મુદ્દા પર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમના નિધન મારું વ્યક્તિગત નુક્શાન થયું છે. તેમણે કહ્યું કે લોકો તેમને જાગરુત લોક સેવક તરીકે યાદ રાખશે. અને પર્યાવરણના સંરક્ષણ મામલે તેમણે સારા એવા પ્રમાણમાં જાગરૂત હતા. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ ટ્વિટ કરીને તેમને શોક સંવેદના વ્યક્ત કરી છે. અનિલ દવેનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. તે આરએસએસથી જોડાયેલા હતા. અને પાયલોટ પણ હતા. વધુમાં તેમણે તેમની પ્રાથમિક શિક્ષા ગુજરાતમાં લીધી હતી. અને તે સંધના પ્રચારક પણ રહી ચૂક્યા છે.

WHAT OTHERS ARE READING
English summary
Union Environment Minister Anil Madhav Dave passes away.
Please Wait while comments are loading...