For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીઃ બાળ અધિકાર સંરક્ષણ આયોગની પીએમ મોદીને નોટિસ

નોટિસ દ્વારા મોદીને પૂછવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં તેમને કોણે દત્તક લીધા? આ અંગે વડાપ્રધાનની ઓફિસને સાત દિવસના સમયગાળામાં દત્તક લેવા સંબંધિત સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવવાનું કહેવામાં આવ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે ત્રણ દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એક રેલી સંબોધિત કરતાં કહ્યું હતું કે, ગુજરાત મારી જન્મભૂમિ છે, પણ યુપી એ મને દત્તક લીધો છે. આ એક વાક્ય નરેન્દ્ર મોદી માટે હવે મુસીબત ઊભી કરી રહ્યું છે. વિપક્ષી દળો તો પહેલેથી જ પીએમ મોદીના આ નિવેદન પર તેમની હાંસી ઉડાવી રહ્યાં છે. હવે આ અંગે ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ સંરક્ષણ આયોગે પણ પીએમ મોદીને નોટિસ ફટકારી છે. આયોગે મોદીને સાત દિવસનો સમય આપ્યો છે અને તેમને યુપીમાં તેમને કોણે દત્તક લીધા છે એ અંગે જાણકારી આપવાનું કહ્યું છે.

narendra modi

અહીં વાંચો - પાકિસ્તાનમાં પસાર થયું હિંદુ મેરેજ બિલ 2017, જાણો આ બિલ વિષેઅહીં વાંચો - પાકિસ્તાનમાં પસાર થયું હિંદુ મેરેજ બિલ 2017, જાણો આ બિલ વિષે

પીએમ મોદીના આ નિવેદનના અનુસંધાનમાં આયોગે એમ પણ કહ્યું છે કે, જો તેઓ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, તો તેમણે ઉત્તર પ્રદેશના લોકોની માફી માંગવાની રહેશે. મોદીના આ નિવેદનને બાળ અધિકાર સંબંધી કાયદાનું ઉલ્લંઘન ગણાવતા આયોગના સભ્ય નાહિદ લારીએ વડાપ્રધાનને નોટિસ મોકલી છે. તેમણે કહ્યું કે, તમે(નરેન્દ્ર મોદીએ) સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બાળ સંરક્ષણ કાયદાની સંવેદનશીલતાને ઠેસ પહોંચાડી છે.

English summary
UP Commission for Child Rights gives notice to PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X