For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ આપ્યો ભારતને સાથ, ચીનને ઝટકો

ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માએ પૂરો કર્યો ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારનો પ્રવાસ. મિઝોરમને બાદ કરતા અરુણાચલ સહિત ઉત્તર-પૂર્વના બધા વિસ્તારમાં ગયા છે રિચર્ડ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માએ દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારનો પ્રવાસ પૂરો કરી લીધો છે. ચીન પહેલેથી જ વર્માના અરુણાચલ પ્રવાસથી ચિડાયેલુ હતુ. જો કે તેની પરેશાનીથી અમેરિકાને હવે કોઇ મતલબ નથી. અમેરિકાએ ચીનને સાઇડમાં રાખીને પોતાના રાજદૂતને ઉત્તર-પૂર્વીય વિસ્તારના પ્રવાસનું સમર્થન કર્યુ છે.

us

ઉત્તર-પૂર્વ જનારા પહેલા પહેલા અમેરિકી રાજદૂત અમેરિકી રાજદૂત તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી છે કે કોઇ અમેરિકી રાજદૂત માટે આ પહેલો મોકો છે કે જ્યારે તેણે ઉત્તર-પૂર્વ ભારતનો પ્રવાસ કર્યો હોય. રિચર્ડે આ ક્ષેત્રના નેતાઓ સાથે ભારતની ઇસ્ટ- એક્ટ પોલિસી પર પણ ચર્ચા કરી.

richard

સકારાત્મક સંકેત

સૂત્રોની માનીએ તો આ ભારત અને અમેરિકા વચ્ચેના રણનીતિક સંબંધોનું જ પરિણામ છે કે રિચર્ડ ઉત્તર-પૂર્વ ગયા હતા. વર્માના આ પ્રવાસ પર અમેરિકી પ્રશાસનમાં થનાર કોઇ પણ બદલાવની કોઇ અસર પડી નથી. ભારત સરકાર સાથે જોડાયેલા સૂત્રોની માનીએ તો ભારત માટે આ ક્યાંકને ક્યાંક સકારાત્મક સંકેત છે અને હવે જોવાનું એ રહેશે કે કેવી રીતે બધુ આગળ વધે છે.

trump

ટ્રમ્પના આવવાથી પણ નહિ થાય વધુ અસર

નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવનારા કાર્યકાળ પહેલા રિચર્ડના આ પગલાને અમેરિકા અને ભારતના સંબંધોમાં મજબૂતીનું પ્રતીક માનવામાં આવે છે. રિચર્ડે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી મેઘાલય, અસમ, મણિપુર, નાગાલેંડ અને ત્રિપુરાનો પ્રવાસ કર્યો છે. તેમણે મેઘાલયના મુખ્યમંત્રી મુકલ સંગમા, અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, મણિપુરના મુખ્યમંત્રી ઓકરામ ઇબોદી સિંહ, નાગાલેંડના મુખ્યમંત્રી ટીઆર જેલિયાંગ અને ત્રિપુરાના ગવર્નર તથાગત રોય અને મુખ્યમંત્રી માનિક સરકારની મુલાકત કરી હતી.

richard

રિચર્ડ પહોંચ્યા અરુણાચલ તો ચિડાયુ ચીન

આ પહેલા રિચર્ડ 21 ઓક્ટોબરે અરુણાચલના પ્રવાસે ગયા હતા. રિચર્ડ જ્યારે અરુણાચલ પહોંચ્યા ત્યારે ચીનનો પારો હાઇ થઇ ગયો હતો. ચીને એ સમયે અમેરિકાને ચેતવણીના અંદાજમાં કહ્યુ કે ભારત અને ચીન વચ્ચે જો કોઇ આવ્યુ તો પછી વિવાદ ઉકેલવાના બદલે વધુ વકરશે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી રિચર્ડ વર્મા નિવેદન સુદ્ધા જારી કરી દેવામાં આવ્યુ હતુ. વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કેંગે એ સમયે કહ્યુ હતુ કે અમેરિકી રાજદૂતના આ પગલાનો ચીન મજબૂતીથી વિરોધ કરે છે. ચીનનું કહેવુ હતુ કે ભારત અને ચીનની સરહદ પર બહુ મુશ્કેલીથી આવેલી શાંતિ અને સ્થિરતાને આનાથી નુકશાન પહોંચશે.

English summary
US supports India on its envoys visit to Arunachal and North Eastern part of India and cornered China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X