For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનૌમાં તાપમાન -0.2 ડિગ્રી, યુપીમાં કુલ 114ના મોત

|
Google Oneindia Gujarati News

fog
લખનૌ, 8 જાન્યુઆરીઃ ઉત્તર પ્રદેશમાં રેકોર્ડબ્રેક ઠંડીનો કહેર યથાવત છે. પ્રદેશની રાજધાની લખનૌમાં તાપમાન 0 ડિગ્રીની નીચે જતું રહ્યું છે. આજ સવારે 8.30 વાગ્યે તાપમાન -0.2 નોંધાયું છે. નોંધનીય છે કે, ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશમા તાપમાન સતત ઘટી રહ્યું છે અને ઠંડા પવનોના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

સરકારી આંકાડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 114 લોકોના મોત નીપજ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ન્યૂનતમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉચ્ચતમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજધાની દિલ્હીની વાત કરીએ તો સોમવારે રાત્રે દિલ્હીમાં પણ ન્યૂનતમ તાપમાન એક ડિગ્રીની નીચે જતું રહ્યું હતું જે આ મોસમનું સૌથી નીચું તાપમાન છે. નોંધનીય છે કે રાજધાનીમાં 2 જાન્યુઆરીએ ઠંડીએ 44 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તે દિવસે ઉચ્ચતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની વાત માનીએ તો ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર સૌથી ઠંડો વિસ્તાર રહ્યું. જ્યાં ન્યૂનતમ તાપમાન પહેલીવાર શૂન્યની નીચે જતું રહ્યું. અહીં તાપમાન શૂન્યથી પણ નીચે 0.7 ડિગ્રી નોંધાયું હતું. લખનૌ ઉપરાંત નજીબાબાદ, અલીહઢ, આગરા સહિત આખા પૂર્વ વિસ્તારમાં ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજધાની ઉપરાંત આગરામાં ન્યૂનતમ તાપમાન 0.6 ડિગ્રી, નજીબાબાદમાં એક, અલીગઢમાં 1.4 અને લખીમપુર ખીરીમાં 1.6 ડિગ્રી નોંધાયું છે.

English summary
Cold wave continues to throw life out of gear in North India with the minimum temperature dipping to -0.2 degree Celsius in Lucknow on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X