For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉશ્કેરણીજનક ભાષણના બીજા કેસમાં પણ વરૂણ ગાંધીને રાહત

By Super
|
Google Oneindia Gujarati News

Varun-Gandhi
પીલીભીત, 5 માર્ચઃ ભાજપના સાંસદ વરૂણ ગાંધી ઉશ્કેરણીજનક ભાષણ કેસના બન્ને આરોપોમાં ક્લિનચીટ મળી છે. પીલીભીતની એક અદાલતે આજે વરૂણ ગાંધીને ઉશ્કેરણીજનક ભાષણ મામલાના બીજા કેસમાં પણ રાહત આપી છે. અદલાતે પુરાવાઓના અભાવના કારણે વરૂણ ગાંધીને રાહત આપી છે. મળતી માહિતી અનુસાર વરૂણ ગાંધીના ભાષણ વિરુદ્ધ કોઇ સાક્ષી નહીં મળવાના કારણે અદલાતે તેમને છોડી મુક્યા છે.

બીજી તરફ કોર્ટ તરફથી બન્ને કેસોમાં રાહત આપવામાં આવ્યા બાદ વરૂણ ગાંધીએ કહ્યું કે, હું એ તમામ લોકોનો આભાર માનું છું, જેમણે આ કપરા સમયમાં મારો સાથ આપ્યો હતો. હું અખંડ અને મજબૂત ભારત માટે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ.

નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી માટે આજનો દિવસ સારો રહ્યો કારણ કે તેમને આજે પીલીભીત કોર્ટે ભડકાઉ ભાષણ મામલે રાહત આપી દીધી છે. કોર્ટે તેમને એક કેસમાં છોડી મૂક્યા હતા.

7 માર્ચ 2009ના રોજ વરૂણ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભાને સંબોધ્યા બાદ તેમની પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રાજકિય ઘમાસણ શરૂ થઇ ગયું હતું. જાણકારી અનુસાર વરુણના ભાષણની સામે કોઇ સાક્ષી નહી મળવાના કારણે કોર્ટે તેમને બા ઇજ્જત છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વરૂણ ગાંધી પર ડાલચંદમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો. મામલો નોંધાયા બાદ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને જામિન પર છોડી મૂકાયા હતા.

English summary
A local court on Tuesday acquitted BJP MP Varun Gandhi in connection with the second hate speech case lodged against him in Barkhera locality in Pilibhit during 2009 Lok Sabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X