For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલ આયાત બિલ ઘટાડવા વીરપ્પા મોઇલીનો નવો તુક્કો

|
Google Oneindia Gujarati News

veerappa-moily
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : કેન્દ્રની યુપીએ સરકાર તેલ એટલે કે ક્રુડ ઓઇલનો વપરાશ ઘટાડવા અને ભારતીય અર્થવ્યવસ્થાને બચાવવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે. આ પગલાં અંતર્ગત સરકારે એક નવો તુક્કો લડાવ્યો છે. સરકાર ઇચ્છે છે કે કર્મચારીઓનો ઓફિસનો ટાઇમ બદલવામાં આવે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ ઓફિસ જવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરે. માર્ગ પર ટ્રાફિક ઘટાડવા માટે સરકારી કાર્યાલયોનો સમય પણ અલગ અલગ રાખવામાં આવશે.

વર્તમાન સમયની વાત કરીએ તો સામાન્ય રીતે ઓફિસ ટાઇમ સવારે 9થી સાંજે 5.30 સુધીનો હોય છે. હવે પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ આઇડિયા આપ્યો છે કે ઓફિસના ટાઇમ બદલીને સવારે 7થી બપોરે 3 અથવા સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધીનો કરવામાં આવે. મોઇલીનું અનુમાન છે કે આમ કરવાથી દેશને અંદાજે 5 અબજ ડોલરની બચત થશે.

સમગ્ર દેશમાં મેગા તેલ બચત અભિયાનનો મંગળવારે શુભારંભ કરાવતા જણાવ્યું કે 52 કરોડ રૂપિયાના આ અભિયાનથી તેલની માંગ ઘટશે. જેના કારણે દેશને વાર્ષિક 5 અબજ ડોલરની બચત થશે. દેશમાં ગયા વર્ષે 144.29 અબજ ડોલરના તેલની આયાત કરવામાં આવી હતી. ચાલુ ખાતા પર અસર કરતો સૌથી મોટો ખર્ચો છે.

મોઇલીએ જણાવ્યું કે આ માટે મેં કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રીને પત્ર લખીને તેમને સરાકારી ઓફિસો માટે અલગ અલગ સમય રાખવા માટે કહ્યું છે. તેનાથી પીક અવર એટલે કે વ્યસ્ત કલાકો દરમિયાન માર્ગ પર ભીડ અને ટ્રાફિક જામ ઘટશે સાથે ઇંધણની બચત પણ થશે. આ ઉપરાંત તમામ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના પ્રમુખોને સપ્તાહમાં એક દિવસ કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવા જણાવવામાં આવ્યો છે.

English summary
Veerappa Moily's new idea to slash oil import bill; change office time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X